Sunday, 22 December, 2024

ઘટોત્કચનો જન્મ

319 Views
Share :
ઘટોત્કચનો જન્મ

ઘટોત્કચનો જન્મ

319 Views

Pandavas, alongwith their mother Kunti, continued their journey in the dense forest. They reached a place where a demon, named Hidimba was staying. He ordered his sister, Hidimbā, to kill and bring these five brothers for his food. When Hidimbā reached there, she saw Bhima and fell in love with him. She changed her dreaded form and assumed the form of a beautiful woman and began tempting Bhima to marry her.

When much time elapsed and Hidimbā did not return, her brother Hidimba started looking for her. He saw her sister in a human form with Bhima. Hidimba got angry at his sister and began fighting with Bhima. In the fight, Hidimba was killed. Hidimbā, however succeeded in her efforts and convinced Bhima to enter into a relationship with her. When Kunti and his brothers consented, Bhima went to Hidimbā’s place and stayed with her. Later, Hidimba gave birth to Bhima’s son who was named Ghatotkach.

અગ્નિની જવાલા પાસે, એની આજુબાજુ જેમ પ્રકાશનું નાનું મોટું વર્તુળ હોય છે ને મેહુલામાં ભીનાશ ને મીઠાશ; ઉનાળાના દિવસો દરમિયાન સંતપ્ત વૃક્ષની શાખાપ્રશાખાઓની નીચે સઘન શીતળ સુમધુર ઘટા દેખાય છે અને વર્ષાઋતુના વરસાદી વાદળથી વીંટળાયેલા વાવાઝોડાવાળા ઘોર ગગનની અંદર ઇન્દ્રધનુનો વૈભવ જોવા મળે છે ; રાતના અખૂટ અંધકારને અંતે જેમ ઉષા પ્રગટે છે; તેમ જીવનમાં પણ વિપત્તિ પછી સંપત્તિ અને હાનિ પછી લાભની પ્રાપ્તિ થતી હોય છે. જીવનના પ્રગતિપંથના પ્રવાસીઓ જીવનની એવી અદભુતતાને સમજીને આશા, શ્રદ્ધા, ધીરજ તથા હિમત સાથે આગળ વધવું પડે છે.

લાક્ષાગૃહમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળ્યા પછી પાંડવોને પાર વિનાની પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડયો, પરંતુ લાક્ષાગૃહમાંથી છૂટયા પછી વિપરીત વિકટ વિપત્તિમય વનવિચરણ દરમિયાન ભીમને એકાએક લાભ થયો. એ લાભ વનમાં થયેલા હિડિમ્બાના મેળાપનો હતો.

વનમાં સાગના વૃક્ષની ઉપર હિડિમ્બ નામે ક્રૂર, માનવભક્ષી, મહાવીર્યવાન, પરમ પરાક્રમી રાક્ષસ રહેતો. હિડિમ્બા એની બહેન.

પાંડવોને જોઇને હિડિમ્બાને એમનું રક્ષણ કરવાની ઇચ્છા થઇ.

ક્ષુધાથી પીડાયેલો, વિકરાળ વદનવાળો, પીળાં લોચનવાળો, હિડિમ્બ અતિશય ભયંકર દેખાતો.

એણે હિડિમ્બાને પાંડવોનો નાશ કરવાનું અને એમનાં મૃત શરીરોને પોતાની પાસે ઉજાણી કરવા માટે લઇ આવવાનું કામ સોંપ્યું.

એના આદેશને અનુસરીને હિડિમ્બા પાંડવો પાસે પહોંચી તો ભીમ સિવાયના બીજા બંધુઓને સૂતેલા જોયા. એક ભીમ જાગી રહેલો.

શાલવૃક્ષના નવા ઊગેલા છોડ જેવા, અજોડ રૂપવાળા ભીમને નિહાળતાંવેંત હિડિમ્બા મોહાઇ ગઇ અને એની કામના કરવા લાગી. એણે પાંડવોનો નાશ ના કરવાનો સંકલ્પ કર્યો અને વિચાર્યું કે એમને મારવાથી મારા ભાઇને પળ માટે તૃપ્તિ થશે પરંતુ એમને ન મારવાથી મને વરસો સુધી કામવાસનાની પરિતૃપ્તિનો આનંદ અનુભવવા મળશે. ભાઇના સંબંધ કરતાં પતિનો પ્રેમ વધારે મૂલ્યવાન અને બળવાન હોય છે.

ઇચ્છાનુસાર સ્વરૂપને ધારણ કરનારી હિડિમ્બા ઉત્તમ માનુષી રૂપ લઇને અલૌકિક અલંકારોથી અલંકૃત બનીને ભીમ પાસે પહોંચીને વાતચીત કરવા લાગી. એણે એના મનના ભાવોને પ્રગટ કર્યા.

હિડિમ્બાને પાછાં ફરતાં વિલંબ થવાથી હિડિમ્બ એની પાસે પહોંચીને એના માનુષી રૂપને જોઇને દુઃખી થયો ને ક્રોધે ભરાયો. એની અને ભીમની વચ્ચે મહાભયંકર યુદ્ધ થયું. એ દ્વંદ્વયુદ્ધમાં હિડિમ્બ મરાયો. ભીમ વિજયી બન્યો.

હિડિમ્બાની મનોકામના પૂરી થઇ. ભીમે એને પુત્રોત્પત્તિ સુધી મળતાં રહેવાની તૈયારી બતાવી. એ પણ માતા કુંતી અને પોતાના બીજા ભાઇઓની અનુમતિ મેળવીને.

વનમાં હિડિમ્બાથી ભીમને ઘટોત્કચ નામે પુત્ર થયો. એ પાંડવોને પ્રિય થઇ પડયો. એણે સદાય પાંડવોની પડખે રહેવાની તૈયારી બતાવી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *