God promis to take birth as their son in Ayodhya
By-Gujju17-04-2023
God promis to take birth as their son in Ayodhya
By Gujju17-04-2023
श्रीहरि अयोध्या में उनके पुत्र होकर प्रकट होने का वरदान देते है
(चौपाई)
सुनु मृदु गूढ़ रुचिर बर रचना । कृपासिंधु बोले मृदु बचना ॥
जो कछु रुचि तुम्हेर मन माहीं । मैं सो दीन्ह सब संसय नाहीं ॥१॥
मातु बिबेक अलोकिक तोरें । कबहुँ न मिटिहि अनुग्रह मोरें ॥
बंदि चरन मनु कहेउ बहोरी । अवर एक बिनति प्रभु मोरी ॥२॥
सुत बिषइक तव पद रति होऊ । मोहि बड़ मूढ़ कहै किन कोऊ ॥
मनि बिनु फनि जिमि जल बिनु मीना।मम जीवन तिमि तुम्हहि अधीना ॥३॥
अस बरु मागि चरन गहि रहेऊ । एवमस्तु करुनानिधि कहेऊ ॥
अब तुम्ह मम अनुसासन मानी । बसहु जाइ सुरपति रजधानी ॥४॥
(सोरठा)
तहँ करि भोग बिसाल तात गउँ कछु काल पुनि ।
होइहहु अवध भुआल तब मैं होब तुम्हार सुत ॥ १५१ ॥
શ્રીહરિ અવધમાં તેમના પુત્ર સ્વરૂપે પ્રકટ થશે એમ જણાવે છે
ગૂઢ મૃદુ સરસ શબ્દ સુણીને કૃપાસિંધુ બોલ્યા પ્રેમે,
મનના ભાવ તમારા જાણી આપ્યાં વરદાનો રે’મે;
સ્વલ્પ પણ કરો હવે ન સંશય પ્રસન્નતા મનમાં ધારો,
જ્ઞાન અલૌકિક નષ્ટ થશે ના અનુગ્રહ પામ્યાથી મારો.
પ્રભુના પદમાં પ્રણામ કરતાં મનુ પણ ભાવવિભોર વદ્યા,
પિતા પુત્ર પર રાખે તેવી પ્રીત તમારી હોય સદા;
મણિના વિના રહે નાગ નહીં, મીન નીર વિણ રહે નહીં,
જીવન મારું તેમ તમારા સિવાય કોદી ટકે નહીં.
માગીને વરદાન એમ મનુ પ્રેમે પગમાં પડી રહ્યા,
કરુણાસાગર પ્રભુએ ત્યારે શબ્દો સ્નેહસમેત કહ્યા,
મનોરથ થશે પૂરા સઘળા, માની મારી આજ્ઞા ખાસ,
આર્થક સમજી તપને જાઓ કરવા ઇન્દ્રપુરીમાં વાસ.
(દોહરો)
ભોગ ભોગવી સ્વર્ગના થોડા વખત પછી
થશો અવધપતિ, પુત્ર હું તદા રહીશ બની.