श्रीराम की महिमा
(चौपाई)
सगुनहि अगुनहि नहिं कछु भेदा । गावहिं मुनि पुरान बुध बेदा ॥
अगुन अरुप अलख अज जोई । भगत प्रेम बस सगुन सो होई ॥१॥
जो गुन रहित सगुन सोइ कैसें । जलु हिम उपल बिलग नहिं जैसें ॥
जासु नाम भ्रम तिमिर पतंगा । तेहि किमि कहिअ बिमोह प्रसंगा ॥२॥
राम सच्चिदानंद दिनेसा । नहिं तहँ मोह निसा लवलेसा ॥
सहज प्रकासरुप भगवाना । नहिं तहँ पुनि बिग्यान बिहाना ॥३॥
हरष बिषाद ग्यान अग्याना । जीव धर्म अहमिति अभिमाना ॥
राम ब्रह्म ब्यापक जग जाना । परमानन्द परेस पुराना ॥४॥
(दोहा)
पुरुष प्रसिद्ध प्रकास निधि प्रगट परावर नाथ ॥
रघुकुलमनि मम स्वामि सोइ कहि सिवँ नायउ माथ ॥ ११६ ॥
શ્રીરામનો મહિમા
સગુણ અગુણમાં ના કૈં ભેદ, ગાય વિબુધ મુનિપુરાણ વેદ.
અજ અરૂપ નિર્ગુણ અવ્યક્ત, ભક્તપ્રેમથી થાયે વ્યક્ત.
નિર્ગુણ છતાં બને ગુણવાન, નિરાકાર બનતા સાકાર.
નિર્ગુણ સગુણ બને છે એમ, જલથી કરા કે હિમની જેમ,
અલગ નથી એ બંને રૂપ, દૃશ્ય જુદાં પણ એક સ્વરૂપ.
રામ સચ્ચિદાનંદ દિનેશ, ના ત્યાં મોહનિશાનો લેશ;
સહજ પ્રકાશરૂપ ભગવાન, ના ત્યાં પ્રભાતસમ વિજ્ઞાન.
હર્ષ વિષાદ જ્ઞાન અજ્ઞાન અહંભાવ જડતા અભિમાન,
જીવતણા ગુણધર્મ કહ્યા; પરમાત્મામાં એ ન રહ્યા.
રામ બ્રહ્મ વ્યાપક ભગવાન પરમાનંદ પરેશ પુરાણ.
(દોહરો)
પુરુષ પ્રસિદ્ધ પ્રકાશમય પ્રગટ સર્વના નાથ,
રઘુકુળમણિ સ્વામી કહી નમ્યા શંભુ સુખ સાથ.