Guide me on suitable place to stay, Ram tell Valmiki
By-Gujju01-05-2023
Guide me on suitable place to stay, Ram tell Valmiki
By Gujju01-05-2023
श्रीराम ने वाल्मिकी से ठहरने का उचित स्थान पूछा
देखि पाय मुनिराय तुम्हारे । भए सुकृत सब सुफल हमारे ॥
अब जहँ राउर आयसु होई । मुनि उदबेगु न पावै कोई ॥१॥
मुनि तापस जिन्ह तें दुखु लहहीं । ते नरेस बिनु पावक दहहीं ॥
मंगल मूल बिप्र परितोषू । दहइ कोटि कुल भूसुर रोषू ॥२॥
अस जियँ जानि कहिअ सोइ ठाऊँ । सिय सौमित्रि सहित जहँ जाऊँ ॥
तहँ रचि रुचिर परन तृन साला । बासु करौ कछु काल कृपाला ॥३॥
सहज सरल सुनि रघुबर बानी । साधु साधु बोले मुनि ग्यानी ॥
कस न कहहु अस रघुकुलकेतू । तुम्ह पालक संतत श्रुति सेतू ॥४॥
(छंद)
श्रुति सेतु पालक राम तुम्ह जगदीस माया जानकी ।
जो सृजति जगु पालति हरति रूख पाइ कृपानिधान की ॥
जो सहससीसु अहीसु महिधरु लखनु सचराचर धनी ।
सुर काज धरि नरराज तनु चले दलन खल निसिचर अनी ॥
(सोरठा)
राम सरुप तुम्हार बचन अगोचर बुद्धिपर ।
अबिगत अकथ अपार नेति नित निगम कह ॥ १२६ ॥
રામ નિવાસ માટે અનુકુળ સ્થાન પુછે છે
કરી દર્શન દિવ્ય તમારું પુણ્ય સફળ થયું છે અમારું;
એવો આપો હવે તો આદેશ મુનિ ઉદ્વેગ પામે ના લેશ.
મુનિ તપસીને કષ્ટ ધરે જો નૃપ એ અગ્નિ વિના જ બળે તો;
મૂળ મંગલનું વિપ્રનો તોષ, બાળે કુળ કોટિ ભૂસુરરોષ.
એવું સમજી બતાવો સ્થાન કરું જેને માટે હું પ્રયાણ,
રચી એ સ્થળમાં પર્ણકુટિર કરું વાસ કૃપાળુ, રુચિર.
સુણી સહજ સરળ મધુ વાણી બોલ્યા ધન્ય ધન્ય મુનિ જ્ઞાની,
તમે કેમ કહો નહીં આમ વેદ મર્યાદાપાલક રામ !
(છંદ)
શ્રુતિસેતુપાલક છો તમે જગદીશ, માયા જાનકી
જે રચે પાળે હણે જગ ઇચ્છા અનુસરી આપની;
લક્ષમણ અહીશ સહસ્ત્રશીશ મહીચરાચરને ધારતા,
સુરકાજ તન ધારી અમે ચાલ્યા નિશાચર મારવા.
(દોહરો)
રામ તમારું રૂપ મન બુદ્ધિ વાણી પર
નેતિ નેતિ વેદે કહ્યું, અવિગત અકથ અચળ અકળ.