Saturday, 7 September, 2024

Historical background of Ram katha

89 Views
Share :
Historical background of Ram katha

Historical background of Ram katha

89 Views

रामकथा की पूर्वभूमिका
 
(चौपाई)
जागबलिक जो कथा सुहाई । भरद्वाज मुनिबरहि सुनाई ॥
कहिहउँ सोइ संबाद बखानी । सुनहुँ सकल सज्जन सुखु मानी ॥१॥
 
संभु कीन्ह यह चरित सुहावा । बहुरि कृपा करि उमहि सुनावा ॥
सोइ सिव कागभुसुंडिहि दीन्हा । राम भगत अधिकारी चीन्हा ॥२॥
 
तेहि सन जागबलिक पुनि पावा । तिन्ह पुनि भरद्वाज प्रति गावा ॥
ते श्रोता बकता समसीला । सवँदरसी जानहिं हरिलीला ॥३॥
 
जानहिं तीनि काल निज ग्याना । करतल गत आमलक समाना ॥
औरउ जे हरिभगत सुजाना । कहहिं सुनहिं समुझहिं बिधि नाना ॥४॥
 
(दोहा)
मै पुनि निज गुर सन सुनी कथा सो सूकरखेत ।
समुझी नहि तसि बालपन तब अति रहेउँ अचेत ॥ ३०(क) ॥
 
श्रोता बकता ग्याननिधि कथा राम कै गूढ़ ।
किमि समुझौं मै जीव जड़ कलि मल ग्रसित बिमूढ़ ॥ ३०(ख) ॥
 
રામકથાની પૂર્વભુમિકા
 
(દોહરો)       
યાજ્ઞવલ્ક્ય મુનિએ કહી ભરદ્વાજને જે
કથા કહું સજ્જન સુણો સુખની સાથે તે.
 
શિવે સંભળાવ્યું ચરિત શિવાને કરી રે’મ,
અર્પ્યું કાગભુસુંડિને રામભક્ત નિજ જેમ
અધિકારી સાચા ગણી રામકથાના તેમ.
 
એમણે ચરિત એ કહ્યું યાજ્ઞવલ્ક્ય મુનિને,
કહ્યું યાજ્ઞવલ્ક્યે વળી ભરદ્વાજ ઋષિને.
 
વક્તા શ્રોતા એ હતા શીલવાન સઘળા,
સમદર્શી સૌ સમજતા લીલાગુણ હરિના.
 
દિવ્ય દૃષ્ટિથી દેખતા ત્રણે કાળને એ
કરતલગત આમલકસમ ઋષિમુનિઓ સર્વે.
 
અન્ય વળી વિદ્વાન જે હરિભક્ત જગે છે
કહે સુણે સમજે રસે આ ચરિત્રને તે.
 
વરાહક્ષેત્રે મેં સુણી ગુરુકૃપાથી કથા
પરંતુ ના સમજી શક્યો ત્યારે શૈશવમાં.
 
શ્રોતાવકતા જ્ઞાનનિધિ, કથા રામની ગૂઢ,
જડ હું શે સમજી શકું કલિમલગ્રસ્ત વિમૂઢ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *