काकभुशुंडी की कहानी – कौआ कैसे हुआ
तुम्ह सर्बग्य तन्य तम पारा । सुमति सुसील सरल आचारा ॥
ग्यान बिरति बिग्यान निवासा । रघुनायक के तुम्ह प्रिय दासा ॥१॥
कारन कवन देह यह पाई । तात सकल मोहि कहहु बुझाई ॥
राम चरित सर सुंदर स्वामी । पायहु कहाँ कहहु नभगामी ॥२॥
नाथ सुना मैं अस सिव पाहीं । महा प्रलयहुँ नास तव नाहीं ॥
मुधा बचन नहिं ईस्वर कहई । सोउ मोरें मन संसय अहई ॥३॥
अग जग जीव नाग नर देवा । नाथ सकल जगु काल कलेवा ॥
अंड कटाह अमित लय कारी । कालु सदा दुरतिक्रम भारी ॥४॥
(सोरठा)
तुम्हहि न ब्यापत काल अति कराल कारन कवन ।
मोहि सो कहहु कृपाल ग्यान प्रभाव कि जोग बल ॥ ९४(क) ॥
(दोहा)
प्रभु तव आश्रम आएँ मोर मोह भ्रम भाग ।
कारन कवन सो नाथ सब कहहु सहित अनुराग ॥ ९४(ख) ॥
કાકભુશુંડિજીને પક્ષીદેહ કેવી રીતે મળ્યો તેની કથા
સર્વજ્ઞ તમે તમથી પાર સુમતિ સુશીલ સરળ આચાર,
જ્ઞાનવિરતિ વિજ્ઞાનનિવાસ તજ્ઞ તથા રઘુનાયકદાસ.
કયા કારણે પામ્યા દેહ કહો મને તે નિસ્સંદેહ,
રામચરિત સુંદર સ્વામી, પામ્યા કયાંથી નભગામી !
સુણવા મળ્યું એમ શિવપાસ મહાપ્રલયમાં ના તમ નાશ;
મહેશ્વર કહે મિથ્યા નહીં, મુજ મનમાં એ શંકા રહી.
દેવ જીવ જગનાં નરનાગ ભસ્મ કરે કાળતણી આગ,
બ્રહ્માંડોનો નાશ કરે અજય ગણાયો કાળ ખરે.
(દોહરો)
વ્યાપે તમને કાળ ના અતિકરાળ કારણ કયું,
કહો કૃપાળુ મને જ્ઞાનપ્રભાવ કે યોગબળ ?
આવતાં જ આશ્રમમહીં થયો મોહનો નાશ,
સ્નેહસાથ મુજને કહો કારણ એનું ખાસ.