How to win over maya
By-Gujju17-04-2023
How to win over maya
By Gujju17-04-2023
माया से बचने का उपाय
सोहमस्मि इति बृत्ति अखंडा । दीप सिखा सोइ परम प्रचंडा ॥
आतम अनुभव सुख सुप्रकासा । तब भव मूल भेद भ्रम नासा ॥१॥
प्रबल अबिद्या कर परिवारा । मोह आदि तम मिटइ अपारा ॥
तब सोइ बुद्धि पाइ उँजिआरा । उर गृहँ बैठि ग्रंथि निरुआरा ॥२॥
छोरन ग्रंथि पाव जौं सोई । तब यह जीव कृतारथ होई ॥
छोरत ग्रंथि जानि खगराया । बिघ्न अनेक करइ तब माया ॥३॥
रिद्धि सिद्धि प्रेरइ बहु भाई । बुद्धहि लोभ दिखावहिं आई ॥
कल बल छल करि जाहिं समीपा । अंचल बात बुझावहिं दीपा ॥४॥
होइ बुद्धि जौं परम सयानी । तिन्ह तन चितव न अनहित जानी ॥
जौं तेहि बिघ्न बुद्धि नहिं बाधी । तौ बहोरि सुर करहिं उपाधी ॥५॥
इंद्रीं द्वार झरोखा नाना । तहँ तहँ सुर बैठे करि थाना ॥
आवत देखहिं बिषय बयारी । ते हठि देही कपाट उघारी ॥६॥
जब सो प्रभंजन उर गृहँ जाई । तबहिं दीप बिग्यान बुझाई ॥
ग्रंथि न छूटि मिटा सो प्रकासा । बुद्धि बिकल भइ बिषय बतासा ॥७॥
इंद्रिन्ह सुरन्ह न ग्यान सोहाई । बिषय भोग पर प्रीति सदाई ॥
बिषय समीर बुद्धि कृत भोरी । तेहि बिधि दीप को बार बहोरी ॥८॥
(दोहा)
तब फिरि जीव बिबिध बिधि पावइ संसृति क्लेस ।
हरि माया अति दुस्तर तरि न जाइ बिहगेस ॥ ११८(क) ॥
कहत कठिन समुझत कठिन साधन कठिन बिबेक ।
होइ घुनाच्छर न्याय जौं पुनि प्रत्यूह अनेक ॥ ११८(ख) ॥
હરિમાયાને તરવાનો ઉપાય
સોહમસ્મિની વૃત્તિ અખંડ દીપશિખા એ પરમ પ્રચંડ,
આતમ અનુભવ સુખ સુપ્રકાશ કરે ભેદ ભવમૂલ વિનાશ.
પ્રબલ અવિદ્યાનો પરિવાર મોહ ભ્રાન્તિ તમ ટળે અપાર,
બુદ્ધિ પામીને સુપ્રકાશ ઉરની કરે ગ્રંથિનો નાશ.
(દોહરો)
ગ્રંથિ તૂટતાં પૂર્ણપણે જીવ કૃતાર્થ સદાય બને;
ગ્રંથિ તૂટતી પણ જાણી વિધ્ન કરે માયા શાણી.
રિદ્ધિ સિદ્ધિથી બુદ્ધિને દર્શાવે બહુ લોભ,
છળ બળથી પાસે જઈ સિદ્ધિ જગવે ક્ષોભ.
પાલવના પવને કરે જ્ઞાનદીપને શાંત,
બુદ્ધિ શાણી હોય તો થાય કદી ના ભ્રાંત.
અમંગલ ગણી સિદ્ધિ પ્રતિ આપે લેશ ન ધ્યાન,
વિધ્ન દેવતા નાખતા કરવા ચંચલ પ્રાણ.
દિવ્ય ઝરૂખા હૃદયના ઘરના ઈન્દ્રિયદ્વાર,
દેવો ત્યાં બેસી ગયા કરી સ્થાન નિરધાર.
વિષયવાયુને આવતો તે સઘળા જોઈ,
બળજબરીથી દ્વારને દેતા સૌ ખોલી.
પ્રબળ પવન ઉરમાં જતાં દીપ બુઝાઈ જાય,
ગ્રંથિ રહે, તમ નવ ટળે, બુદ્ધિ વ્યાકુળ થાય.
ઈન્દ્રિયોના દેવને જ્ઞાન નથી ગમતું,
વિષય ભોગ રસમાં રહે મન નિશદિન ભમતું.
વિષયવાયુએ બુદ્ધિને વ્યાકુળ હોય કરી,
જ્ઞાનદીપને તો પછી જગવે કોણ ફરી !
વિવિધ પામતો જીવ આ પાછો સંસૃતિ ક્લેશ,
હરિ માયા અતિ દુસ્તર તરાય ના વિહગેશ !
કઠિન કહેવું સમજવું તેમ સાધવું જ્ઞાન,
થઈ જાય તો પણ પડે સદા રાખવું ધ્યાન.