Saturday, 16 November, 2024

Importance of knowledge

115 Views
Share :
Importance of knowledge

Importance of knowledge

115 Views

ज्ञान की महिमा
 
सुनहु तात यह अकथ कहानी । समुझत बनइ न जाइ बखानी ॥
ईस्वर अंस जीव अबिनासी । चेतन अमल सहज सुख रासी ॥१॥
 
सो मायाबस भयउ गोसाईं । बँध्यो कीर मरकट की नाई ॥
जड़ चेतनहि ग्रंथि परि गई । जदपि मृषा छूटत कठिनई ॥२॥
 
तब ते जीव भयउ संसारी । छूट न ग्रंथि न होइ सुखारी ॥
श्रुति पुरान बहु कहेउ उपाई । छूट न अधिक अधिक अरुझाई ॥३॥
 
जीव हृदयँ तम मोह बिसेषी । ग्रंथि छूट किमि परइ न देखी ॥
अस संजोग ईस जब करई । तबहुँ कदाचित सो निरुअरई ॥४॥
 
सात्त्विक श्रद्धा धेनु सुहाई । जौं हरि कृपाँ हृदयँ बस आई ॥
जप तप ब्रत जम नियम अपारा । जे श्रुति कह सुभ धर्म अचारा ॥५॥
 
तेइ तृन हरित चरै जब गाई । भाव बच्छ सिसु पाइ पेन्हाई ॥
नोइ निबृत्ति पात्र बिस्वासा । निर्मल मन अहीर निज दासा ॥६॥
 
परम धर्ममय पय दुहि भाई । अवटै अनल अकाम बिहाई ॥
तोष मरुत तब छमाँ जुड़ावै । धृति सम जावनु देइ जमावै ॥७॥
 
मुदिताँ मथैं बिचार मथानी । दम अधार रजु सत्य सुबानी ॥
तब मथि काढ़ि लेइ नवनीता । बिमल बिराग सुभग सुपुनीता ॥८॥
 
(दोहा)
जोग अगिनि करि प्रगट तब कर्म सुभासुभ लाइ ।
बुद्धि सिरावैं ग्यान घृत ममता मल जरि जाइ ॥ ११७(क) ॥ 
 
तब बिग्यानरूपिनि बुद्धि बिसद घृत पाइ ।
चित्त दिआ भरि धरै दृढ़ समता दिअटि बनाइ ॥ ११७(ख) ॥ 
 
तीनि अवस्था तीनि गुन तेहि कपास तें काढ़ि ।
तूल तुरीय सँवारि पुनि बाती करै सुगाढ़ि ॥ ११७(ग) ॥ 
 
(सोरठा)
एहि बिधि लेसै दीप तेज रासि बिग्यानमय ॥
जातहिं जासु समीप जरहिं मदादिक सलभ सब ॥ ११७(घ) ॥
 
જ્ઞાનનો મહિમા
 
સુણો અકથ્ય છતાં પણ વાત વર્ણવાય ના સમજી તાત !
ઈશ્વર અંશ જીવ અવિનાશ ચેતન અમલ સહજ સુખવાસ.
 
(દોહરો)
તે માયાને વશ બન્યો મર્કટ પોપટ જેમ,
બંધાયો ગાંઠો પડી જડચેતનમાં એમ.
 
મિથ્યા ગ્રંથિ છતાંય તે કપટી ખૂબ ગણી,
જીવ ગયો છે ત્યારથી સંસારી જ બની.
 
ગ્રંથિ ન તૂટે જીવને સુખી પૂર્ણ ના થાય,
શ્રુતિ પુરાણ યત્ને અધિક બનતી સુદૃઢ જાય.
 
મોહતિમિર ઉરમાં રહે જીવતણા સવિશેષ,
દેખે ગ્રંથિ નહીં પછી છોડે તેને કેમ ?
 
કૃપા કરી સંજોગ જો ઈશ કરે એવો,
ગ્રંથિ શકે છૂટી પ્રબળ તરત કદાચિત તો.
*
સાત્વિક શ્રદ્ધા કેરી ગાય વસે હરિકૃપાથી મનમાંહ્ય,
જપતપ વ્રત યમ નિયમ અપાર વેદવિહિત શુભ ધર્મ આચાર.
 
તે તૃણ હરિત જો ગાય ચરે ભાવવચ્છને દૂધ ધરે,
દોર નિવૃત્તિ પાત્ર વિશ્વાસ, નિર્મળ મન આહીર નિજદાસ.
 
પરમ ધર્મમય કાઢી દૂધ તપવે અકામ અનલે ખૂબ,
ક્ષમાતોષથી ઠંડું કરે, ધીરજ શમનો સંગ ધરે,
 
તત્વવિચાર રવૈયૌ કરે, સત્યવચન દમરજ્જુ ધરે,
મંથનથી કાઢે નવનીત વૈરાગ્યતણું નિર્મળ નીત.
 
(દોહરો)
યોગાગ્નિ પ્રગટાવતાં સર્વ કર્મ બાળી,
ઠારે ઘૃતને જ્ઞાનનું મમતામલ મારી.
 
વિજ્ઞાનમયી બુદ્ધિએ પવિત્ર ઘૃત પામી,
દિવેટ સમતાની કરે મન દીવે ધારી.
 
ત્રણ ગુણકાળ તણો કહ્યો શ્રુતિએ દિવ્ય કપાસ,
તુર્યાવસ્થા રૂ વળી તેનું કાઢી ખાસ.
 
દિવેટ દૃઢ સુંદર કરે તેની, દીપક એ,
તેજપુંજ વિજ્ઞાનમય પછી જલાદી દે.
 
એની પાસે પહોંચતા મદાદિ શલભ બધા,
ભસ્મ થાય ક્ષણ વારમાં નાસે બધી વ્યથા.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *