Sunday, 22 December, 2024

Influence of maya

162 Views
Share :
Influence of maya

Influence of maya

162 Views

माया का प्रभाव  
 
कपट कुचालि सीवँ सुरराजू । पर अकाज प्रिय आपन काजू ॥
काक समान पाकरिपु रीती । छली मलीन कतहुँ न प्रतीती ॥१॥
 
प्रथम कुमत करि कपटु सँकेला । सो उचाटु सब कें सिर मेला ॥
सुरमायाँ सब लोग बिमोहे । राम प्रेम अतिसय न बिछोहे ॥२॥
 
भय उचाट बस मन थिर नाहीं । छन बन रुचि छन सदन सोहाहीं ॥
दुबिध मनोगति प्रजा दुखारी । सरित सिंधु संगम जनु बारी ॥३॥
 
दुचित कतहुँ परितोषु न लहहीं । एक एक सन मरमु न कहहीं ॥
लखि हियँ हँसि कह कृपानिधानू । सरिस स्वान मघवान जुबानू ॥४॥
 
(दोहा)
भरतु जनकु मुनिजन सचिव साधु सचेत बिहाइ ।
लागि देवमाया सबहि जथाजोगु जनु पाइ ॥ ३०२ ॥
 
સર્વના મન પર માયાનો પ્રભાવ
 
(દોહરો)
કપટ કુચાલ પરાયણ મલિન ચિત્ત સુરરાજ;
હાનિ કરે છે અન્યની, પ્રિય માને નિજ કાજ.
 
છળવાળો રાખી શકે કયાંય નહીં વિશ્વાસ;
કપટથકી સૌના શિરે મૂકયો ઘોર ઉચાટ.
 
સુરમાયાથી સર્વના મોહિત પ્રાણ કર્યા,
તોપણ રઘુવર પ્રેમથી અલગ ન આત્મ થયા.
 
ભય ઉચાટવશ ચિત્ત ના રહ્યાં સર્વનાં સ્થિર,
ક્ષણમાં રુચિ વનની થઇ, ક્ષણ ઘર લાગ્યાં પ્રિય.
 
દ્વિવિધિ દશાથી ચિત્તની કષ્ટ પ્રજા પામી,
જાણે સરિતા-સિંધુના સંગમનું પાણી.
 
કૃપાસિંધુ રામે કહ્યું હસતાં જોઇ એ,
યુવાન, મઘવા, શ્વાન સૌ એક જ સરખા છે.
 
ભરત જનક મુનિજન સચિવ જ્ઞાની સાધુ સિવાય
પડયો સર્વ પર દેવની માયાતણો પ્રભાવ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *