महाराजा जनक बारात को साथ देते है
(चौपाई)
नृप करि बिनय महाजन फेरे। सादर सकल मागने टेरे ॥
भूषन बसन बाजि गज दीन्हे। प्रेम पोषि ठाढ़े सब कीन्हे ॥१॥
बार बार बिरिदावलि भाषी। फिरे सकल रामहि उर राखी ॥
बहुरि बहुरि कोसलपति कहहीं। जनकु प्रेमबस फिरै न चहहीं ॥२॥
पुनि कह भूपति बचन सुहाए। फिरिअ महीस दूरि बड़ि आए ॥
राउ बहोरि उतरि भए ठाढ़े। प्रेम प्रबाह बिलोचन बाढ़े ॥३॥
तब बिदेह बोले कर जोरी। बचन सनेह सुधाँ जनु बोरी ॥
करौ कवन बिधि बिनय बनाई। महाराज मोहि दीन्हि बड़ाई ॥४॥
(दोहा)
कोसलपति समधी सजन सनमाने सब भाँति।
मिलनि परसपर बिनय अति प्रीति न हृदयँ समाति ॥ ३४० ॥
મહારાજા જનક જાન સાથે ચાલે છે
નૃપે ભાવથી અરજ કરી, મહાજન પાછા ગયા ફરી.
જનકને કહ્યું વારંવાર સુણ્યા સુણ્યા ન છતાં ઉદગાર.
દશરથે કહ્યાં કરી વચન, કરો નગરમાં હવે ગમન;
રથથી ઊતર્યા માર્ગમહીં, અશ્રુ રાગનાં રહ્યાં વહી.
સુધાસભર શબ્દો ત્યારે બોલ્યા મિથિલાપતિ પ્યારે,
કૃતજ્ઞતા દર્શાવું કેમ, ધરી શ્રેષ્ઠતા મને સપ્રેમ.
(દોહરો)
કોશલપતિએ જનકનું સ્વજન સાથ સન્માન
કર્યું વિનય ને સ્નેહથી, દ્રવ્યા સર્વના પ્રાણ.