Sunday, 17 November, 2024

Janak express condolence

135 Views
Share :
Janak express condolence

Janak express condolence

135 Views

महाराजा जनक शोक प्रदर्शित करते है
 
बोरति ग्यान बिराग करारे । बचन ससोक मिलत नद नारे ॥
सोच उसास समीर तंरगा । धीरज तट तरुबर कर भंगा ॥१॥
 
बिषम बिषाद तोरावति धारा । भय भ्रम भवँर अबर्त अपारा ॥
केवट बुध बिद्या बड़ि नावा । सकहिं न खेइ ऐक नहिं आवा ॥२॥
 
बनचर कोल किरात बिचारे । थके बिलोकि पथिक हियँ हारे ॥
आश्रम उदधि मिली जब जाई । मनहुँ उठेउ अंबुधि अकुलाई ॥३॥
 
सोक बिकल दोउ राज समाजा । रहा न ग्यानु न धीरजु लाजा ॥
भूप रूप गुन सील सराही । रोवहिं सोक सिंधु अवगाही ॥४॥
 
(छंद)
अवगाहि सोक समुद्र सोचहिं नारि नर ब्याकुल महा ।
दै दोष सकल सरोष बोलहिं बाम बिधि कीन्हो कहा ॥
सुर सिद्ध तापस जोगिजन मुनि देखि दसा बिदेह की ।
तुलसी न समरथु कोउ जो तरि सकै सरित सनेह की ॥
 
(सोरठा)
किए अमित उपदेस जहँ तहँ लोगन्ह मुनिबरन्ह ।
धीरजु धरिअ नरेस कहेउ बसिष्ठ बिदेह सन ॥ २७६ ॥
 
મહારાજા જનક શોક પ્રદર્શિત કરે છે
 
(દોહરો)
ડુબાડવા લાગી નદી જ્ઞાન-વિરતિ તટને,
શોકવચન નાળાં બની મળી રહ્યાં જળને.
 
શોકસભર નિઃશ્વાસના સુતીક્ષ્ણ વાયુ તરંગ
ધીરજતટ તરુવર તણો કરતા સત્વર ભંગ.
*
વિષમ વિષાદ તીક્ષ્ણ નદીધારા, ભય ભ્રમ ભંવર આવર્ત અપાર;
બુધજન કેવટ વિદ્યા નાવ, મતિથી ચલવી શકે ન સાવ.
 
વનચર કોલકિરાત અપાર થાક્યા જોઇ પામ્યા હાર;
આશ્રમ અર્ણવમાં જ્યાં મળી અર્ણવ ઊઠયો ત્યાં ખળભળી.
 
ઉભય શોકરત રાજસમાજ, રહ્યાં જ્ઞાન ધીરજ ના લાજ;
કરી ભૂપ ગુણશીલ વખાણ કર્યું શોકસાગરમાં સ્નાન.
 
(છંદ)
ન્હાતાં સમુદ્રે શોકના સ્ત્રીપુરુષ અતિવ્યાકુળ બન્યાં,
વિધિને દઇને દોષ શું કર્યું કહી ક્રોધે સૌ રહ્યાં;
સુર સિદ્ધ યોગી તપસ્વી મુનિ દશા દેખી જનકની
કોઇ સમર્થ હતા ન તરવા સ્વલ્પ સરિતા સ્નેહની.
 
(દોહરો)
જ્યાં ત્યાં મુનિઓએ કર્યો લોકોને ઉપદેશ;
કહ્યું વસિષ્ઠે જનકને ધીરજ ધરવા લેશ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *