Sunday, 22 December, 2024

Janak express his gratitude

157 Views
Share :
Janak express his gratitude

Janak express his gratitude

157 Views

महाराजा जनक अपनी कृतज्ञता व्यक्त करते है
 
(चौपाई)
मुनि मंडलिहि जनक सिरु नावा। आसिरबादु सबहि सन पावा ॥
सादर पुनि भेंटे जामाता। रूप सील गुन निधि सब भ्राता ॥१॥
 
जोरि पंकरुह पानि सुहाए। बोले बचन प्रेम जनु जाए ॥
राम करौ केहि भाँति प्रसंसा। मुनि महेस मन मानस हंसा ॥२॥
 
करहिं जोग जोगी जेहि लागी। कोहु मोहु ममता मदु त्यागी ॥
ब्यापकु ब्रह्मु अलखु अबिनासी। चिदानंदु निरगुन गुनरासी ॥३॥
 
मन समेत जेहि जान न बानी। तरकि न सकहिं सकल अनुमानी ॥
महिमा निगमु नेति कहि कहई। जो तिहुँ काल एकरस रहई ॥४॥
 
(दोहा)
नयन बिषय मो कहुँ भयउ सो समस्त सुख मूल।
सबइ लाभु जग जीव कहँ भएँ ईसु अनुकुल ॥ ३४१ ॥
 
મહારાજા જનક વિદાયવેળાએ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે
 
(દોહરો)
મુનિમંડળને વંદતાં પામી આશીર્વાદ
વદ્યા જનક સ્તુતિ શે કરું, ચાખ્યો કૃપાપ્રસાદ.
 
મહેશ મુનિ મન માનસર તમે હંસ છો રામ,
જેને માટે ક્રોધ મદ તજી બની નિષ્કામ
 
યોગી યોગ કરે, કહ્યા ચિદાનંદ જેને
વ્યાપક બ્રહ્મ અલક્ષ્ય ને અવિનાશી વેદે.
 
નિર્ગુણ ગુણભંડાર જે તર્કાતીત સદાય
મનવાણી જાણે નહીં જેને કોટિ ઉપાય;
 
અનુમાન કરે વેદ ને કહે નેતિ સ્વરમાં
નિર્વિકાર સમ એકરસ સર્વ કાળ સ્થળમાં
 
બન્યા નેત્રના વિષય તે તમે સર્વ સુખમૂળ;
લાભ જગે સૌ જીવને થતાં ઇશ અનુકૂળ

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *