Janak’s message
By-Gujju01-05-2023
Janak’s message
By Gujju01-05-2023
दूत महाराजा जनक का संदेश सुनाता है
कोसलपति गति सुनि जनकौरा । भे सब लोक सोक बस बौरा ॥
जेहिं देखे तेहि समय बिदेहू । नामु सत्य अस लाग न केहू ॥१॥
रानि कुचालि सुनत नरपालहि । सूझ न कछु जस मनि बिनु ब्यालहि ॥
भरत राज रघुबर बनबासू । भा मिथिलेसहि हृदयँ हराँसू ॥२॥
नृप बूझे बुध सचिव समाजू । कहहु बिचारि उचित का आजू ॥
समुझि अवध असमंजस दोऊ । चलिअ कि रहिअ न कह कछु कोऊ ॥३॥
नृपहि धीर धरि हृदयँ बिचारी । पठए अवध चतुर चर चारी ॥
बूझि भरत सति भाउ कुभाऊ । आएहु बेगि न होइ लखाऊ ॥४॥
(दोहा)
गए अवध चर भरत गति बूझि देखि करतूति ।
चले चित्रकूटहि भरतु चार चले तेरहूति ॥ २७१ ॥
દૂતો મહારાજા જનકનો સંદેશ સંભળાવે છે
કોશલપતિ ગતિથી સૌ લોક બન્યા વ્યથિત અનુભવતાં શોક;
ત્યારે જોઇ વ્યથિત વિદેહ થયો નામમાંહી સંદેહ.
(દોહરો)
કુચાલ રાણીની સુણી ખિન્ન બન્યા નરપાલ,
શૂન્યમનસ્ક થયા, બને જેમ મણિ વિના વ્યાલ.
રાજ્ય ભરતને રામને વળી ઘોર વનવાસ
સુણિ હૃદય મિથિલેશનું પીડા પામ્યું ખાસ.
કહ્યું એ પછી નૃપતિએ, બુધ ને સચિવ સમાજ,
કહો વિચારી શાંતિથી ઉચિત હોય તે આજ.
કહી શક્યા નિર્ણય કરી કોઇ કાંઇ ના,
અવધપુરીની દેખતાં અતિશય દુઃખદ દશા.
રાજાએ ધીરજ ધરી અવધપુરીમાં ચાર
ગુપ્તચરોને મોક્લ્યા વિચારતાં તત્કાળ.
કહ્યું ભરતનો જાણવા ભાવ તેમ દુર્ભાવ,
જલદી પાછા આવવા અજ્ઞાત રૂપે સાવ.
ગુપ્તચરે અવધે જઇ પરિસ્થિતિને જોઇ,
ભરત ચિત્રકૂટ પ્રતિ ગયા રાજ્યલોભ ખોઇ.