Monday, 23 December, 2024

Kakbhushundi become crow, recite Ramayan

128 Views
Share :
Kakbhushundi become crow, recite Ramayan

Kakbhushundi become crow, recite Ramayan

128 Views

लोमश मुनि के शाप से कौए का रुप मिला, रामकथा का प्रारंभ
 
काल कर्म गुन दोष सुभाऊ । कछु दुख तुम्हहि न ब्यापिहि काऊ ॥
राम रहस्य ललित बिधि नाना । गुप्त प्रगट इतिहास पुराना ॥१॥
 
बिनु श्रम तुम्ह जानब सब सोऊ । नित नव नेह राम पद होऊ ॥
जो इच्छा करिहहु मन माहीं । हरि प्रसाद कछु दुर्लभ नाहीं ॥२॥
 
सुनि मुनि आसिष सुनु मतिधीरा । ब्रह्मगिरा भइ गगन गँभीरा ॥
एवमस्तु तव बच मुनि ग्यानी । यह मम भगत कर्म मन बानी ॥३॥
 
सुनि नभगिरा हरष मोहि भयऊ । प्रेम मगन सब संसय गयऊ ॥
करि बिनती मुनि आयसु पाई । पद सरोज पुनि पुनि सिरु नाई ॥४॥
 
हरष सहित एहिं आश्रम आयउँ । प्रभु प्रसाद दुर्लभ बर पायउँ ॥
इहाँ बसत मोहि सुनु खग ईसा । बीते कलप सात अरु बीसा ॥५॥
 
करउँ सदा रघुपति गुन गाना । सादर सुनहिं बिहंग सुजाना ॥
जब जब अवधपुरीं रघुबीरा । धरहिं भगत हित मनुज सरीरा ॥६॥
 
तब तब जाइ राम पुर रहऊँ । सिसुलीला बिलोकि सुख लहऊँ ॥
पुनि उर राखि राम सिसुरूपा । निज आश्रम आवउँ खगभूपा ॥७॥
 
कथा सकल मैं तुम्हहि सुनाई । काग देह जेहिं कारन पाई ॥
कहिउँ तात सब प्रस्न तुम्हारी । राम भगति महिमा अति भारी ॥८॥
 
(दोहा)
ताते यह तन मोहि प्रिय भयउ राम पद नेह ।
निज प्रभु दरसन पायउँ गए सकल संदेह ॥ ११४(क) ॥ 
 
भगति पच्छ हठ करि रहेउँ दीन्हि महारिषि साप ।
मुनि दुर्लभ बर पायउँ देखहु भजन प्रताप ॥ ११४(ख) ॥ 
 
ઋષિના શાપથી કાગનો દેહ મળ્યા પછી રામકથા
 
કાળકર્મ ગુણદોષ સ્વભાવ હશે દુ:ખતણો સદા અભાવ;
રામરહસ્યચરિતનું જ્ઞાન ગુપ્ત પ્રગટ ઈતિહાસ પુરાણ.
 
અનાયાસ તું પ્રાપ્ત કરીશ, રામપદે નવ નેહ ધરીશ;
ઈચ્છા કરશે મનમાં જે હરિપ્રસાદ દુર્લભ ન હશે.
 
મુનિઆશિષ સુણી મતિધીર, ગિરા થઈ ગગને ગંભીર,
મુનિ હો સત્ય તમારી વાણ, આ મુજ ભક્ત કર્મ મન વાણ.
 
સુણી નભગિરા હરખ થયો, પ્રેમમગ્ન નવ સંશય રહ્યો;
અરજ કરી અતિ મુનિવરતણી ચરણે સ્નેહસમેત નમી.
 
(દોહરો)
હર્ષાન્વિત આ આશ્રમે અંતે આવ્યો હું,
દુર્લભ પ્રભુના અનુગ્રહે વરને પામ્યો છું.
*
આ સ્થળમાં વીતી ગયા કલ્પો સત્તાવીશ;
રઘુપતિનાં ગાઉં રસે ગુણગાન અહર્નિશ.
 
ભક્તોના હિતકાજ શ્રીરઘુવર ધારે અંગ,
ત્યારે અવધમહીં જઉં વસવા પ્રભુની સંગ.
 
શિશુલીલાતણા દર્શને અતિશય સુખ પામું,
શિશુસ્વરૂપ ધારી ઉરે આશ્રમમાં આવું.
 
કથા સકળ તમને કહી કાગદેહની મેં;
રામભક્તિમહિમા ખરે અમોઘ અદભુત છે.
 
આ તન છે પ્રિય કેમ કે થયો રામપદ નેહ,
નિજ પ્રભુનું દર્શન મળ્યું, શમ્યા સકળ સંદેહ.
 
ભક્તિમાર્ગ પર દૃઢ રહી પામ્યો ઋષિનો શાપ,
મુનિદુર્લભ વર મેળવ્યું, એવો ભજન પ્રતાપ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *