Sunday, 22 December, 2024

Kakbhushundi conclude Ram-katha

127 Views
Share :
Kakbhushundi conclude Ram-katha

Kakbhushundi conclude Ram-katha

127 Views

काकभुशुंडी ने रामकथा को विराम दिया
 
कहेउँ नाथ हरि चरित अनूपा । ब्यास समास स्वमति अनुरुपा ॥
श्रुति सिद्धांत इहइ उरगारी । राम भजिअ सब काज बिसारी ॥१॥
 
प्रभु रघुपति तजि सेइअ काही । मोहि से सठ पर ममता जाही ॥
तुम्ह बिग्यानरूप नहिं मोहा । नाथ कीन्हि मो पर अति छोहा ॥२॥
 
पूछिहुँ राम कथा अति पावनि । सुक सनकादि संभु मन भावनि ॥
सत संगति दुर्लभ संसारा । निमिष दंड भरि एकउ बारा ॥३॥
 
देखु गरुड़ निज हृदयँ बिचारी । मैं रघुबीर भजन अधिकारी ॥
सकुनाधम सब भाँति अपावन । प्रभु मोहि कीन्ह बिदित जग पावन ॥४॥
 
(दोहा)
आजु धन्य मैं धन्य अति जद्यपि सब बिधि हीन ।
निज जन जानि राम मोहि संत समागम दीन ॥ १२३(क) ॥ 
 
नाथ जथामति भाषेउँ राखेउँ नहिं कछु गोइ ।
चरित सिंधु रघुनायक थाह कि पावइ कोइ ॥ १२३(ख) ॥
 
કાકભુશુંડિજી રામકથાને વિરામ આપે છે
 
કહ્યું સકળ હરિચરિત અનૂપ સુંદર વિશાળ મતિઅનુરૂપ,
શ્રુતિસિદ્ધાંત કહ્યો મેં આજ ભજવા રામ વિસારી કાજ.
 
મુજસમ શઠ પર કરતા પ્રેમ તે રઘુપતિ ના ભજવા કેમ;
નિર્મોહ તમે જ્ઞાનસ્વરૂપ કરી કૃપા મારા પર ખૂબ.
 
પૂછી રામકથા અતિપાવન શુક સનકાદિ શંભુ મનભાવન;
સત્સંગ સુદુર્લભ સંસાર નિમિષતણો પણ એક જ વાર.
 
હૃદયમાં કરો ગરુડ વિચાર, મને ભજન કેરો અધિકાર ?
અધમ અપાવન સૌથી નીચ પ્રભુએ કર્યો પુનિત સુપ્રસિદ્ધ.
 
(દોહરો)
આજ ધન્ય હું ધન્ય અતિ યદ્યપિ સૌ વિધ હીન,
રામે ભક્ત ગણી ધર્યો સંતસમાગમ દિવ્ય.
 
બુદ્ધિ મુજબ મેં છે કહ્યું, છુપાવ્યું ન કશું;
કોણ રામરસ સિંધુનો પામે તાગ તસુ ?

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *