काकभुशुंडी अगले जन्म में ब्राह्मण हुए, लोमश मुनि से भेंट
त्रिजग देव नर जोइ तनु धरउँ । तहँ तहँ राम भजन अनुसरऊँ ॥
एक सूल मोहि बिसर न काऊ । गुर कर कोमल सील सुभाऊ ॥१॥
चरम देह द्विज कै मैं पाई । सुर दुर्लभ पुरान श्रुति गाई ॥
खेलउँ तहूँ बालकन्ह मीला । करउँ सकल रघुनायक लीला ॥२॥
प्रौढ़ भएँ मोहि पिता पढ़ावा । समझउँ सुनउँ गुनउँ नहिं भावा ॥
मन ते सकल बासना भागी । केवल राम चरन लय लागी ॥३॥
कहु खगेस अस कवन अभागी । खरी सेव सुरधेनुहि त्यागी ॥
प्रेम मगन मोहि कछु न सोहाई । हारेउ पिता पढ़ाइ पढ़ाई ॥४॥
भए कालबस जब पितु माता । मैं बन गयउँ भजन जनत्राता ॥
जहँ जहँ बिपिन मुनीस्वर पावउँ । आश्रम जाइ जाइ सिरु नावउँ ॥५॥
बूझत तिन्हहि राम गुन गाहा । कहहिं सुनउँ हरषित खगनाहा ॥
सुनत फिरउँ हरि गुन अनुबादा । अब्याहत गति संभु प्रसादा ॥६॥
छूटी त्रिबिध ईषना गाढ़ी । एक लालसा उर अति बाढ़ी ॥
राम चरन बारिज जब देखौं । तब निज जन्म सफल करि लेखौं ॥७॥
जेहि पूँछउँ सोइ मुनि अस कहई । ईस्वर सर्ब भूतमय अहई ॥
निर्गुन मत नहिं मोहि सोहाई । सगुन ब्रह्म रति उर अधिकाई ॥८॥
(दोहा)
गुर के बचन सुरति करि राम चरन मनु लाग ।
रघुपति जस गावत फिरउँ छन छन नव अनुराग ॥ ११०(क) ॥
मेरु सिखर बट छायाँ मुनि लोमस आसीन ।
देखि चरन सिरु नायउँ बचन कहेउँ अति दीन ॥ ११०(ख) ॥
सुनि मम बचन बिनीत मृदु मुनि कृपाल खगराज ।
मोहि सादर पूँछत भए द्विज आयहु केहि काज ॥ ११०(ग) ॥
तब मैं कहा कृपानिधि तुम्ह सर्बग्य सुजान ।
सगुन ब्रह्म अवराधन मोहि कहहु भगवान ॥ ११०(घ) ॥
બ્રાહ્મણનો જન્મ અને લોમશ મુનિ સાથે મેળાપ
(દોહરો)
દેવ મનુજ તિર્યંકનું જે પણ તન ધાર્યું,
રામભજન ત્યાં અનુસર્યો, સુખ તેથી માણ્યું.
કોમળ શીલ સ્વભાવને સદગુરુનો મારા,
કેમે ના વિસર્યો; શમી ના પીડાજ્વાળા.
*
પામ્યો પરમ દ્વિજતણી કાય, સુરદુર્લભ પુરાણ શ્રુતિ ગાય;
ત્યાં પણ રઘુપતિલીલા કરી શિશુ સાથે મેં સદા મળી.
(દોહરો)
વય વધતાં મુજને પિતા ભણાવવા લાગ્યા,
સમજવા છતાં રસ મને આવ્યો એમાં ના.
વાસના બધી મનથકી મારા નષ્ટ થઈ,
લગની રામચરણતણી લાગી ફક્ત ગઈ.
કામધેનુને છોડતાં સેવે સદા ખરી
માનવ એવો મૂર્ખ કો જગમાં શકે મળી ?
હાર્યા પિતા ભણાવતાં, ભણી શક્યો ના હું;
પ્રેમમગ્ન મુજને ખરે રુચી શક્યું ન કશું.
માતપિતા મરતાં ગયો ભક્તિકાજ વનમાં;
ઋષિના આશ્રમમાં જઈ પડતો હું પદમાં.
રઘુપતિના ગુણગાનને હર્ષે સાંભળતો,
શિવકૃપાથકી અસ્ખલિત પામી ગતિ ફરતો.
ત્રિવિધ એષણા છૂટતાં લગન વધી ઉરમાં,
રામદર્શને કે કરું જન્મ ધન્ય મુજ આ.
સર્વભૂતમય ઈશ છે મુનિ કહેતા સૌ એમ,
નિર્ગુણ મત ગમતો નહીં, સગુણ પર અધિક પ્રેમ.
ગુરુનાં વચન સ્મરી કર્યો રામચરણ અનુરાગ,
ફરતો ગાતાં રામગુણ, બીજાનો ના માગ.
વટવૃક્ષતણી છાંયમાં સુમેરુ શિખર પરે,
મુનિ લોમશ દર્શન થયું મુજને ધન્ય પળે.
દીન વચન મેં બોલતાં પ્રેમે કર્યા પ્રણામ;
વિનીત મૃદુ શબ્દો સુણી મુનિ કૃપાળુ ખગરાજ,
બોલ્યા, દ્વિજ આવ્યા અહીં કયા હેતુથી આજ ?
કૃપાનિધિ, વદ્યો હું, તમે છો સર્વજ્ઞ સુજાણ,
સગુણ બ્રહ્મ આરાધના મને કહો ભગવાન !