काकभुशुंडी गरुडजी को रामकथा सुनाते है
सुनहु तात जेहि कारन आयउँ । सो सब भयउ दरस तव पायउँ ॥
देखि परम पावन तव आश्रम । गयउ मोह संसय नाना भ्रम ॥१॥
अब श्रीराम कथा अति पावनि । सदा सुखद दुख पुंज नसावनि ॥
सादर तात सुनावहु मोही । बार बार बिनवउँ प्रभु तोही ॥२॥
सुनत गरुड़ कै गिरा बिनीता । सरल सुप्रेम सुखद सुपुनीता ॥
भयउ तासु मन परम उछाहा । लाग कहै रघुपति गुन गाहा ॥३॥
प्रथमहिं अति अनुराग भवानी । रामचरित सर कहेसि बखानी ॥
पुनि नारद कर मोह अपारा । कहेसि बहुरि रावन अवतारा ॥४॥
प्रभु अवतार कथा पुनि गाई । तब सिसु चरित कहेसि मन लाई ॥५॥
(दोहा)
बालचरित कहिं बिबिध बिधि मन महँ परम उछाह ।
रिषि आगवन कहेसि पुनि श्री रघुबीर बिबाह ॥ ६४ ॥
કાકભુશુંડિજી રામકથા સંભળાવે છે
(દોહરો)
આગમનતણો હેતુ તો જોતાં સિદ્ધ થયો,
આશ્રમ પેખી મોહભ્રમ સંશય તથા ટળ્યો.
*
સુણવી રામકથા અતિપાવન સદા સુખદ દુ:ખપુંજન સાવન,
કહો હવે એને સપ્રેમ, વિનવું કરો સર્વનું ક્ષેમ.
સુણી ગરુડની ગિરા વિનીત સરળ સ્નેહમય સુખદ પવિત્ર,
થયો ઉરમહીં પરમ ઉમંગ કહી કથાને રસે અભંગ.
રામચરિતસર પ્રથમ કહ્યું, અતિઅનુરાગે નામ ધર્યું,
નારદમુનિનો મોહ અપાર વળી કહ્યો રાવણ અવતાર.
(દોહરો)
પ્રભુઅવતાર કથા કહી બાળચરિત્રતણી,
ઋષિ આગમન વિવાહને લીધો રસે વણી.