Sunday, 22 December, 2024

Kakbhushundi stress on the path of devotion

123 Views
Share :
Kakbhushundi stress on the path of devotion

Kakbhushundi stress on the path of devotion

123 Views

काकभुशुंडी ने भक्ति पर जोर दिया
 
एहि बिधि सकल जीव जग रोगी । सोक हरष भय प्रीति बियोगी ॥
मानक रोग कछुक मैं गाए । हहिं सब कें लखि बिरलेन्ह पाए ॥१॥
 
जाने ते छीजहिं कछु पापी । नास न पावहिं जन परितापी ॥
बिषय कुपथ्य पाइ अंकुरे । मुनिहु हृदयँ का नर बापुरे ॥२॥
 
राम कृपाँ नासहि सब रोगा । जौं एहि भाँति बनै संयोगा ॥
सदगुर बैद बचन बिस्वासा । संजम यह न बिषय कै आसा ॥३॥
 
रघुपति भगति सजीवन मूरी । अनूपान श्रद्धा मति पूरी ॥
एहि बिधि भलेहिं सो रोग नसाहीं । नाहिं त जतन कोटि नहिं जाहीं ॥४॥
 
जानिअ तब मन बिरुज गोसाँई । जब उर बल बिराग अधिकाई ॥
सुमति छुधा बाढ़इ नित नई । बिषय आस दुर्बलता गई ॥५॥
 
बिमल ग्यान जल जब सो नहाई । तब रह राम भगति उर छाई ॥
सिव अज सुक सनकादिक नारद । जे मुनि ब्रह्म बिचार बिसारद ॥६॥
 
सब कर मत खगनायक एहा । करिअ राम पद पंकज नेहा ॥
श्रुति पुरान सब ग्रंथ कहाहीं । रघुपति भगति बिना सुख नाहीं ॥७॥
 
कमठ पीठ जामहिं बरु बारा । बंध्या सुत बरु काहुहि मारा ॥
फूलहिं नभ बरु बहुबिधि फूला । जीव न लह सुख हरि प्रतिकूला ॥८॥
 
तृषा जाइ बरु मृगजल पाना । बरु जामहिं सस सीस बिषाना ॥
अंधकारु बरु रबिहि नसावै । राम बिमुख न जीव सुख पावै ॥९॥
 
हिम ते अनल प्रगट बरु होई । बिमुख राम सुख पाव न कोई ॥१०॥
 
(दोहा)
बारि मथें घृत होइ बरु सिकता ते बरु तेल ।
बिनु हरि भजन न भव तरिअ यह सिद्धांत अपेल ॥ १२२(क) ॥ 
 
मसकहि करइ बिंरंचि प्रभु अजहि मसक ते हीन ।
अस बिचारि तजि संसय रामहि भजहिं प्रबीन ॥ १२२(ख) ॥
 
(श्लोक)
विनिच्श्रितं वदामि ते न अन्यथा वचांसि मे ।
हरिं नरा भजन्ति येऽतिदुस्तरं तरन्ति ते ॥ १२२(ग) ॥
 
ભક્તિ ઉપર ભાર મુકતા કાકભુશુંડિજી
 
(દોહરો)
જગના સઘળા જીવ છે એમ ખરે રોગી,
હર્ષશોક ભયશોકથી સંતપ્ત વિયોગી.
 
માનસરોગ જુદાજુદા સૌને જગમાં હોય,
કોઈ વિરલા જાણતા પીડા પામે તોય.
 
ઓછા થાયે ઓળખ્યે નવ પણ પામે નાશ,
વિષય કુપથ્યે પાંગરે, મુનિમન કરતા વાસ.
 
સાધારણ માનવ તણું કહેવું પછી શું;
ઉપાય એના નાશનો કહું અનુભવે હું.
*
બને કદી એવો સંયોગ રામકૃપાથી નાસે રોગ;
સદગુરુ વૈદ વચન વિશ્વાસ સંયમ વિષયોની ના આશ.
 
રામભક્તિની સંજીવની શ્રદ્ધા મતિ અનુપાન વળી;
એથી રોગ મટી સૌ જાય, પ્રયત્ન અન્ય સફળ ના થાય.
 
ગણાય રોગરહિત તે મન વધે વિરક્તિ તણું જો ધન;
સુમતિ ક્ષુધા જો નિત્ય વધે, આશ વિષયની વળી ઘટે.
 
વિમલ જ્ઞાનજલમાં જન નાહ્ય રામભક્તિ વ્યાપે ઉર માંહ્ય;
શિવ અજ શુક્ર સનકાદિક નારદ સૌ મુનિ બ્રહ્મવિચાર વિશારદ.
 
સૌનો સંમત મત છે એમ રામચરણમાં કરવો પ્રેમ;
શ્રુતિપુરાણ સૌ ગ્રંથ કહે રામભક્તિ વિણ સુખ ન લહે.
 
કમઠપીઠ પર પ્રગટે વાળ, વંધ્યાસુત મારે છો માર,
ગગને ખીલે અગણિત ફૂલ, પામે સુખ ના હરિપ્રતિકૂલ.
 
તૃષા ટળે પી મૃગજલપાન, ગાઢ બને શશશીશ વિષાણ,
કરે તિમિર છો રવિનો નાશ, પ્રગટે અનલ બરફથી ખાસ,
તો પણ રામવિમુખ હો જે જીવ ન પામે સુખને તે.
 
(દોહરો)
જલમંથનથી ઘી મળે રેતીમાંથી તેલ,
હરિના ભજન વિના છતાં તરાય ભવને કેમ ?
 
મચ્છરને બ્રહ્મા કરે અજ મચ્છરથી હીન,
શંકા છોડી રામ તે પ્રભુને ભજો પ્રવીણ.
 
સુનિશ્ચિત કહું આજ હું, વચન ન ખોટાં લેશ,
તરે સુદુસ્તર સિંધુને ભજતા જે પરમેશ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *