काकभुशुंडी का काशी में जन्म – पूर्वजन्म की बात
गयउँ उजेनी सुनु उरगारी । दीन मलीन दरिद्र दुखारी ॥
गएँ काल कछु संपति पाई । तहँ पुनि करउँ संभु सेवकाई ॥१॥
बिप्र एक बैदिक सिव पूजा । करइ सदा तेहि काजु न दूजा ॥
परम साधु परमारथ बिंदक । संभु उपासक नहिं हरि निंदक ॥२॥
तेहि सेवउँ मैं कपट समेता । द्विज दयाल अति नीति निकेता ॥
बाहिज नम्र देखि मोहि साईं । बिप्र पढ़ाव पुत्र की नाईं ॥३॥
संभु मंत्र मोहि द्विजबर दीन्हा । सुभ उपदेस बिबिध बिधि कीन्हा ॥
जपउँ मंत्र सिव मंदिर जाई । हृदयँ दंभ अहमिति अधिकाई ॥४॥
(दोहा)
मैं खल मल संकुल मति नीच जाति बस मोह ।
हरि जन द्विज देखें जरउँ करउँ बिष्नु कर द्रोह ॥ १०५(क) ॥
(सोरठा)
गुर नित मोहि प्रबोध दुखित देखि आचरन मम ।
मोहि उपजइ अति क्रोध दंभिहि नीति कि भावई ॥ १०५(ख) ॥
કાકભુશુંડીજીનો પૂર્વજન્મ – કાશીમાં જન્મની વાત
ગયો ઉજ્જયિની નગરીમાં દીન મલિન ડૂબી અતિદુ:ખમાં,
પામ્યો સંપત્તિ કાળાંતરે ત્યાં સેવ્યાં ચરણ કૈલાસપતિનાં.
કરે શિવપૂજા વિપ્ર ત્યાં એક વેદવિધિ સાથે રાખીને ટેક;
બની સજ્જન પરમાર્થ જાણે શંભુભક્ત હરિને પણ માને.
કરી સેવા મેં છળ સાથે એની દ્વિજ દયાળુ સંનિષ્ઠ ને પ્રેમી,
નમ્ર જોઈને મુજને સાંઈ, સુત જાણી વિદ્યા અર્પી કાંઈ.
મને મંત્ર શંભુનો એણે આપ્યો, શુભ ઉપદેશે સંશય કાપ્યો;
જઈ શિવમંદિરે મંત્ર જપતો, દંભ ઉરમાં અહંતાથી તપતો.
(દોહરો)
હું ખલ મલથી મલિન મતિ, નીચ કરીને મોહ,
જલતો જોતાં ભક્તદ્વિજ, કરતો વિષ્ણુદ્રોહ.
પ્રબોધતા ગુરુ નિત મને મુજ આચરણે આર્ત,
ક્રોધ થતો મુજને, ચહે દંભી ના પરમાર્થ.