Thursday, 19 September, 2024

Kakbhushundi’s previous birth in Ayodhya

83 Views
Share :
Kakbhushundi’s previous birth in Ayodhya

Kakbhushundi’s previous birth in Ayodhya

83 Views

पूर्वजन्म में काकभुशुंडी अयोध्या में
 
तेहि कलिजुग कोसलपुर जाई । जन्मत भयउँ सूद्र तनु पाई ॥
सिव सेवक मन क्रम अरु बानी । आन देव निंदक अभिमानी ॥१॥
 
धन मद मत्त परम बाचाला । उग्रबुद्धि उर दंभ बिसाला ॥
जदपि रहेउँ रघुपति रजधानी । तदपि न कछु महिमा तब जानी ॥२॥
 
अब जाना मैं अवध प्रभावा । निगमागम पुरान अस गावा ॥
कवनेहुँ जन्म अवध बस जोई । राम परायन सो परि होई ॥३॥
 
अवध प्रभाव जान तब प्रानी । जब उर बसहिं रामु धनुपानी ॥
सो कलिकाल कठिन उरगारी । पाप परायन सब नर नारी ॥४॥
 
(दोहा)
कलिमल ग्रसे धर्म सब लुप्त भए सदग्रंथ ।
दंभिन्ह निज मति कल्पि करि प्रगट किए बहु पंथ ॥ ९७(क) ॥ 
 
भए लोग सब मोहबस लोभ ग्रसे सुभ कर्म ।
सुनु हरिजान ग्यान निधि कहउँ कछुक कलिधर्म ॥ ९७(ख) ॥
 
કાકભુશુંડિજીના અયોધ્યામાં પૂર્વજન્મની વાત
 
(દોહરો)
અવધપુરીમાં એ યુગે જન્મ્યો શૂદ્ર બની,
મનક્રમવચને શંભુની કરતો ભક્તિ ઘણી.
 
અભિમાની નિંદક હતો અન્ય દેવનો હું,
મદોન્મત્ત ધનથી બન્યો ઘર દુર્બુદ્ધિતણું.
 
દંભી અતિ વાચાલ હું વસતો અવધમહીં,
મહિમાને પણ જાણતો એના લેશ નહીં.
 
હવે પ્રભાવ અવધતણો થોડો જાણ્યો મેં,
પુરાણ નિગમાગમમહીં એમ ગવાયું છે,
 
કે કોઈ પણ જન્મમાં રહે અવધમાં જે,
ભક્ત રામનો થાય છે રામપરાયણ તે.
 
પ્રાણી અવધપ્રભાવને જાણે છે ત્યારે,
રામ ધનુર્ધર હૃદયમાં વાસ કરે જ્યારે.
 
એ કલિકાળ કઠિન હતો, પાપી સૌ નરનાર,
થયા મોહવશ; શોક ને તૃષ્ણા ભીતિ અપાર.
 
ગ્રસ્યા કલિમળે ધર્મ સૌ, લુપ્ત બન્યા સદગ્રંથ,
મતિથી કલ્પી દાંભિકે પ્રગટ કર્યા બહુપંથ.
 
એ કલિકાળમહીં ગ્રસ્યાં લોભે સૌ શુભ કર્મ;
સંક્ષેપમહીં જ્ઞાનનિધિ, કહું કલિતણા ધર્મ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *