Monday, 23 December, 2024

Kali Yuga

134 Views
Share :
Kali Yuga

Kali Yuga

134 Views

कलियुग के लक्षण
 
नारि बिबस नर सकल गोसाई । नाचहिं नट मर्कट की नाई ॥
सूद्र द्विजन्ह उपदेसहिं ग्याना । मेलि जनेऊ लेहिं कुदाना ॥१॥
 
सब नर काम लोभ रत क्रोधी । देव बिप्र श्रुति संत बिरोधी ॥
गुन मंदिर सुंदर पति त्यागी । भजहिं नारि पर पुरुष अभागी ॥२॥
 
सौभागिनीं बिभूषन हीना । बिधवन्ह के सिंगार नबीना ॥
गुर सिष बधिर अंध का लेखा । एक न सुनइ एक नहिं देखा ॥३॥
 
हरइ सिष्य धन सोक न हरई । सो गुर घोर नरक महुँ परई ॥
मातु पिता बालकन्हि बोलाबहिं । उदर भरै सोइ धर्म सिखावहिं ॥४॥
 
(दोहा)
ब्रह्म ग्यान बिनु नारि नर कहहिं न दूसरि बात ।
कौड़ी लागि लोभ बस करहिं बिप्र गुर घात ॥ ९९(क) ॥ 
 
बादहिं सूद्र द्विजन्ह सन हम तुम्ह ते कछु घाटि ।
जानइ ब्रह्म सो बिप्रबर आँखि देखावहिं डाटि ॥ ९९(ख) ॥
 
કલિયુગનું વર્ણન
 
સ્ત્રીને વશ નર સકળ ભમે નટમર્કટની જેમ રમે,
શુદ્ર વિપ્રને આપે જ્ઞાન ધરી જનોઈ લેતા દાન.
 
સૌ નર કામલોભરત ક્રોધ, કરે દેવશ્રુતિ સંતવિરોધ;
કરી સદગુણી પતિનો ત્યાગ સેવે સ્ત્રી પરપુરુષ અભાગ.
 
સૌભાગ્યવતી ભૂષણહીન વિધવાના શૃંગાર નવીન;
શિષ્ય બધિર ગુરુ અંધસમાન, સુણે ન એક જુએ ના આન.
 
હરે શિષ્યધન હરે ન શોક તે ગુરુ પડે નરકમાં ઘોર;
માતાપિતા બાળકને કહે ઉદરધર્મને કરવા ચહે.
 
(દોહરો)
બ્રહ્મજ્ઞાન વિણ નારનર કરે ન બીજી વાત,
કોડી માટે લોભવશ કરે વિપ્રગુરુઘાત.
 
શૂદ્રો વાદવિવાદમાં દ્વિજ સાથે ઊતરે,
અમે ઊતરતા લેશ ના એવા દંભ ધરે.
 
ઉત્તમ બ્રાહ્મણ બ્રહ્મને જાણે તે જ ગણાય,
આંખ કાઢતાં બોલતા, વચનો ના જ સહાય.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *