Thursday, 14 November, 2024

Kaushalya vouch for Bharat

136 Views
Share :
Kaushalya vouch for Bharat

Kaushalya vouch for Bharat

136 Views

भरत से डरने की कोई वजह नहीं – कौशल्या
 
ईस प्रसाद असीस तुम्हारी । सुत सुतबधू देवसरि बारी ॥
राम सपथ मैं कीन्ह न काऊ । सो करि कहउँ सखी सति भाऊ ॥१॥
 
भरत सील गुन बिनय बड़ाई । भायप भगति भरोस भलाई ॥
कहत सारदहु कर मति हीचे । सागर सीप कि जाहिं उलीचे ॥२॥
 
जानउँ सदा भरत कुलदीपा । बार बार मोहि कहेउ महीपा ॥
कसें कनकु मनि पारिखि पाएँ । पुरुष परिखिअहिं समयँ सुभाएँ ॥३॥  
 
अनुचित आजु कहब अस मोरा । सोक सनेहँ सयानप थोरा ॥
सुनि सुरसरि सम पावनि बानी । भईं सनेह बिकल सब रानी ॥४॥
 
(दोहा)  
कौसल्या कह धीर धरि सुनहु देबि मिथिलेसि ।
को बिबेकनिधि बल्लभहि तुम्हहि सकइ उपदेसि ॥ २८३ ॥
 
કૌશલ્યા ભરત તરફથી ભય ન રાખવા જણાવે છે
 
(દોહરો)
ઇશકૃપા આશિષથકી દિવ્ય તમારી તેમ
સુત ને સુતવધુ શુદ્ધ છે ગંગાના જળ જેમ.
 
રામ શપથ કોદી નથી કયાંયે લીધા મેં,
છતાં લઇ આજે કહું સત્યભાવથી કે
 
ભરત શીલ ગુણ નમ્રતા બંધુપ્રેમ વિશ્વાસ
ભદ્રતા શકે વર્ણવી સરસ્વતી ના ખાસ
 
છીપથી કદી સિંધુનું નીર ન ખાલી થાય;
સરસ્વતીની બુદ્ધિ પણ અસમર્થ બની જાય.
 
સદાય સમજું ભરતને સમસ્ત કુળનો દીપ;
કહેતા મુજને પ્રેમથી વારંવાર મહીપ.
 
સુવર્ણ કસતાં રત્ન ને પારખુથી પરખાય;
પુરુષ પરીક્ષા સમય પર સ્વભાવથી જ કરાય.
 
અયોગ્ય દીસે કથન પણ મારું એવું છેક,
શોક સ્નેહમાં શાણપણ ઘટી જાય છે નેક.
 
કૌશલ્યાની ગંગસમ પવિત્ર સુણતાં વાણ
રાણીનો વ્યાકુળ બન્યો શુદ્ધ સ્નેહથી પ્રાણ.
 
દેવી હે મિથિલેશ્વરી, કૌશલ્યા બોલી;
વિવેકનિધિ સ્ત્રીને શકે જ્ઞાન દઇ કોઇ ?

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *