मंदोदरी के प्रयास जारी
जेहिं जलनाथ बँधायउ हेला । उतरे प्रभु दल सहित सुबेला ॥
कारुनीक दिनकर कुल केतू । दूत पठायउ तव हित हेतू ॥१॥
सभा माझ जेहिं तव बल मथा । करि बरूथ महुँ मृगपति जथा ॥
अंगद हनुमत अनुचर जाके । रन बाँकुरे बीर अति बाँके ॥२॥
तेहि कहँ पिय पुनि पुनि नर कहहू । मुधा मान ममता मद बहहू ॥
अहह कंत कृत राम बिरोधा । काल बिबस मन उपज न बोधा ॥३॥
काल दंड गहि काहु न मारा । हरइ धर्म बल बुद्धि बिचारा ॥
निकट काल जेहि आवत साईं । तेहि भ्रम होइ तुम्हारिहि नाईं ॥४॥
(दोहा)
दुइ सुत मरे दहेउ पुर अजहुँ पूर पिय देहु ।
कृपासिंधु रघुनाथ भजि नाथ बिमल जसु लेहु ॥ ३७ ॥
મંદોદરીના સમજાવટના પ્રયાસ
(દોહરો)
બાંધી સાગર રમતમાં ઊતર્યા સદલ સુવેલ,
કરુણામય પ્રભુએ વળી દૂત પાઠવ્યો ઘેર.
હસ્તિ સમૂહે સિંહસમ આવીને એણે,
બળને માપ્યું, હિત તણાં વચન કહ્યાં પ્રેમે.
*
દાસ અંગદ હનુમંત જેના અતિનિપુણ રણે યમ જેવા,
તેને માનવ કેમ કહો છો, વ્યર્થ મમતા મદમાન વહો છો.
કર્યો રામની સાથે વિરોધ કરી કાળના સદનની શોધ;
હજુ ઊપજે ના અંતરે જ્ઞાન, સમજી ના શકતા કલ્યાણ.
કાળ દંડ લઈને ના મારે, ધર્મબળ બુદ્ધિતર્કને ટાળે,
જેનો સાંઈ, સમીપે હો કાળ ભ્રમ થાય છે એને અપાર.
(દોહરો)
બે સુત મર્યા, નગર બળ્યું, સમજો હજુ પણ નાથ,
કૃપાસિંધુ રઘુનાથ ભજો રહે વિમળ યશ સાથ.