Saturday, 28 December, 2024

Lanka Kand Doha 91

128 Views
Share :
Lanka Kand  							Doha 91

Lanka Kand Doha 91

128 Views

राम-रावण युद्ध
 
कहि दुर्बचन क्रुद्ध दसकंधर । कुलिस समान लाग छाँड़ै सर ॥
नानाकार सिलीमुख धाए । दिसि अरु बिदिस गगन महि छाए ॥१॥
 
पावक सर छाँड़ेउ रघुबीरा । छन महुँ जरे निसाचर तीरा ॥
छाड़िसि तीब्र सक्ति खिसिआई । बान संग प्रभु फेरि चलाई ॥२॥
 
कोटिक चक्र त्रिसूल पबारै । बिनु प्रयास प्रभु काटि निवारै ॥
निफल होहिं रावन सर कैसें । खल के सकल मनोरथ जैसें ॥३॥
 
तब सत बान सारथी मारेसि । परेउ भूमि जय राम पुकारेसि ॥
राम कृपा करि सूत उठावा । तब प्रभु परम क्रोध कहुँ पावा ॥४॥
 
(छंद)
भए क्रुद्ध जुद्ध बिरुद्ध रघुपति त्रोन सायक कसमसे ।
कोदंड धुनि अति चंड सुनि मनुजाद सब मारुत ग्रसे ॥
मँदोदरी उर कंप कंपति कमठ भू भूधर त्रसे ।
चिक्करहिं दिग्गज दसन गहि महि देखि कौतुक सुर हँसे ॥
 
(दोहा)
तानेउ चाप श्रवन लगि छाँड़े बिसिख कराल ।
राम मारगन गन चले लहलहात जनु ब्याल ॥ ९१ ॥
 
રામ-રાવણનું યુદ્ધ
 
કહી એમ ક્રોઘી દશકંધર છોડી રહ્યો કુલિશ સરખાં શર;
દિગદિગંત ધરતી આકાશ રહ્યો નહીં ક્યાંયે અવકાશ.
 
પાવકશર છોડી રઘુવીર બાળી રહ્યા નિશાચરતીર;
તીક્ષ્ણ શક્તિ છોડી એણે, હાનિ કરી ન શકી કેમે.
 
ફેંકયાં અનેક ચક્રત્રિશૂળ, પ્રભુએ સૌને કીધાં ધૂળ;
શઠના સકળ મનોરથ જેમ અનાયાસ કાપ્યાં સપ્રેમ.
 
માર્યા સારથિને સો બાણ, ઢળ્યો ધરા પર વ્યાકુળ પ્રાણ;
કૃપા કરીને એને રામ જગાડી રહ્યા અર્પી હામ.
 
(છંદ)
થયા યુદ્ધે ક્રુદ્ધ રઘુપતિ, બાણ આતુર સૌ બન્યાં,
કોદંડ ધ્વનિ અતિ ઉગ્ર સુણતાં અસુર ભીતિથકી ડર્યા;
મંદોદરીનું હૃદય કંપ્યું, નદકમઠ ભૂગિરિ ચળ્યા,
દિગ્ગજ દશનથી મહી પકડી ઘોર ચિત્કારી રહ્યા.
 
(દોહરો)   
દેવ હસ્યા, ધનુ ખેંચતા દોડયાં બાણ કરાળ,
શર અસંખ્ય ફુત્કારતાં ચાલ્યા જાણે વ્યાલ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *