लक्ष्मण को मिथिला नगरी देखने की इच्छा
(चौपाई)
लखन हृदयँ लालसा बिसेषी । जाइ जनकपुर आइअ देखी ॥
प्रभु भय बहुरि मुनिहि सकुचाहीं । प्रगट न कहहिं मनहिं मुसुकाहीं ॥१॥
राम अनुज मन की गति जानी । भगत बछलता हिंयँ हुलसानी ॥
परम बिनीत सकुचि मुसुकाई । बोले गुर अनुसासन पाई ॥२॥
नाथ लखनु पुरु देखन चहहीं । प्रभु सकोच डर प्रगट न कहहीं ॥
जौं राउर आयसु मैं पावौं । नगर देखाइ तुरत लै आवौ ॥३॥
सुनि मुनीसु कह बचन सप्रीती । कस न राम तुम्ह राखहु नीती ॥
धरम सेतु पालक तुम्ह ताता । प्रेम बिबस सेवक सुखदाता ॥४॥
(दोहा)
जाइ देखी आवहु नगरु सुख निधान दोउ भाइ ।
करहु सुफल सब के नयन सुंदर बदन देखाइ ॥ २१८ ॥
॥ मास पारायण, आठवाँ विश्राम ॥ नवान्ह पारायण, दूसरा विश्राम ॥
લક્ષ્મણ મિથિલા નગરીને જોવાની ઇચ્છા પ્રદર્શિત કરે છે
લક્ષ્મણના અંતરમાં ખાસ મિથિલાને જોવા અભિલાષ,
ભય કિન્તુ હતો રામતણો મુનિકેરો સંકોચ ઘણો.
તેથી વાત શક્યા ન કહી, મનની તે મનમાં જ રહીં
અંતર્યામી પણ શ્રીરામ કરનારા શરણાગત કામ,
જાણી એનો ભાવ ગયા, વચનો હસતાં મધુર કહ્યાં.
ઇચ્છે પુર જોવા લક્ષ્મણ, પામે સંકોચ તપોધન,
આપો આદેશ મને જો નગર બતાવી આવું તો.
મુનીશ્વર વદ્યા નીતિ રામ જાણો રક્ષો તમે તમામ;
ધર્મસેતુના પાલક છો સજ્જનના સુખદાતા છો
સદા પ્રેમથી વશ બનતા, અભય આર્તજનને ધરતા.
(દોહરો)
ઉભય ભ્રાત સુખધામશા નગરમહીં વિહરો,
મધુર મુખાકૃતિ દર્શને લોચન સફળ કરો.
નગરજનોને ધન્યતા દર્શનથી અર્પી
પાછા આવો સ્નેહથી સૌને સંતર્પી.