भगवान शंकर ने काकभुशुंडी को वरदान दिया
एहि कर होइ परम कल्याना । सोइ करहु अब कृपानिधाना ॥
बिप्रगिरा सुनि परहित सानी । एवमस्तु इति भइ नभबानी ॥१॥
जदपि कीन्ह एहिं दारुन पापा । मैं पुनि दीन्ह कोप करि सापा ॥
तदपि तुम्हार साधुता देखी । करिहउँ एहि पर कृपा बिसेषी ॥२॥
छमासील जे पर उपकारी । ते द्विज मोहि प्रिय जथा खरारी ॥
मोर श्राप द्विज ब्यर्थ न जाइहि । जन्म सहस अवस्य यह पाइहि ॥३॥
जनमत मरत दुसह दुख होई । अहि स्वल्पउ नहिं ब्यापिहि सोई ॥
कवनेउँ जन्म मिटिहि नहिं ग्याना । सुनहि सूद्र मम बचन प्रवाना ॥४॥
रघुपति पुरीं जन्म तब भयऊ । पुनि तैं मम सेवाँ मन दयऊ ॥
पुरी प्रभाव अनुग्रह मोरें । राम भगति उपजिहि उर तोरें ॥५॥
सुनु मम बचन सत्य अब भाई । हरितोषन ब्रत द्विज सेवकाई ॥
अब जनि करहि बिप्र अपमाना । जानेहु संत अनंत समाना ॥६॥
इंद्र कुलिस मम सूल बिसाला । कालदंड हरि चक्र कराला ॥
जो इन्ह कर मारा नहिं मरई । बिप्रद्रोह पावक सो जरई ॥७॥
अस बिबेक राखेहु मन माहीं । तुम्ह कहँ जग दुर्लभ कछु नाहीं ॥
औरउ एक आसिषा मोरी । अप्रतिहत गति होइहि तोरी ॥८॥
(दोहा)
सुनि सिव बचन हरषि गुर एवमस्तु इति भाषि ।
मोहि प्रबोधि गयउ गृह संभु चरन उर राखि ॥ १०९(क) ॥
प्रेरित काल बिधि गिरि जाइ भयउँ मैं ब्याल ।
पुनि प्रयास बिनु सो तनु जजेउँ गएँ कछु काल ॥ १०९(ख) ॥
जोइ तनु धरउँ तजउँ पुनि अनायास हरिजान ।
जिमि नूतन पट पहिरइ नर परिहरइ पुरान ॥ १०९(ग) ॥
सिवँ राखी श्रुति नीति अरु मैं नहिं पावा क्लेस ।
एहि बिधि धरेउँ बिबिध तनु ग्यान न गयउ खगेस ॥ १०९(घ) ॥
ભગવાન શંકર કાકભુશુંડિજીને વરદાન આપે છે
પરમ થાય આનું કલ્યાણ કરો એમ હે કૃપાનિધાન;
સુણી વિપ્રની પરહિતવાણ તથાસ્તુ બોલ્યો નભનો પ્રાણ.
કીધું એણે દારુણ પાપ, દીધો મેં કોપ કરી શાપ,
સાધુતાતણો કરી વિચાર કૃપા વિશેષ કરું તત્કાળ.
ક્ષમાશીલ પરહિતરત જે ખરારિસમ પ્રિય મુજને તે;
મુજ અભિશાપ ન વ્યર્થ જશે, આના જન્મ સહસ્ત્ર થશે.
જન્મમરણ દારુણ દુ:ખ જે લેશ થશે આને નવ તે;
મટશે કો જન્મે ના જ્ઞાન; શૂદ્ર સુણી લે વચન પ્રમાણ.
અવધમહીં કાયા ધારી સેવા સતત કરી મારી,
અનુગ્રહ મારો પુરીપ્રભાવ, રામભક્તિ પ્રગટ થશે પ્રાણ.
દ્વિજ સેવ્યે પ્રભુ થાય પ્રસન્ન, વચન સુણી લે બની પ્રપન્ન;
કરતો નહીં વિપ્ર અપમાન, ગણજે સંત અનંત સમાન.
ઈન્દ્રકુલિશ મુજ શૂલ વિશાળ કાળદંડ હરિચક્ર કરાળ,
એથી માર્યો ન મરે જે જલે વિપ્રદ્રોહાનલ તે.
એવો વિવેક સ્થિર જો થશે કશું નહીં દુર્લભ તો હશે;
અર્પું વળી શુભાશિષ હું મેળવ અપ્રતિહત ગતિ તું.
(દોહરો)
હરખ્યા ગુરુ શિવવચનથી, સમજાવી મુજને,
શંભુચરણ ધારી ઉરે ગયા સપ્રેમ ગૃહે.
કાળક્રમે વિંધ્યાચલે પછી બન્યો હું સાપ,
અલ્પ સમયમાં તે તજ્યું તન મેં આપોઆપ.
નૂતન વસ્ત્ર સજે નર છોડી વસ્ત્ર પુરાણ,
અનાયાસ હું ધારતો તેમજ તન ને પ્રાણ.
શિવના આશીર્વાદથી મને થયો ના કલેશ,
ધાર્યા દેહ વિવિધ છતાં જ્ઞાન મળ્યું ન ખગેશ !