भगवान शंकर पार्वती को काकभुशुंडी के जीवन की कहानी सुनाते है
नर सहस्त्र महँ सुनहु पुरारी । कोउ एक होइ धर्म ब्रतधारी ॥
धर्मसील कोटिक महँ कोई । बिषय बिमुख बिराग रत होई ॥१॥
कोटि बिरक्त मध्य श्रुति कहई । सम्यक ग्यान सकृत कोउ लहई ॥
ग्यानवंत कोटिक महँ कोऊ । जीवनमुक्त सकृत जग सोऊ ॥२॥
तिन्ह सहस्त्र महुँ सब सुख खानी । दुर्लभ ब्रह्मलीन बिग्यानी ॥
धर्मसील बिरक्त अरु ग्यानी । जीवनमुक्त ब्रह्मपर प्रानी ॥३॥
सब ते सो दुर्लभ सुरराया । राम भगति रत गत मद माया ॥
सो हरिभगति काग किमि पाई । बिस्वनाथ मोहि कहहु बुझाई ॥४॥
(दोहा)
राम परायन ग्यान रत गुनागार मति धीर ।
नाथ कहहु केहि कारन पायउ काक सरीर ॥ ५४ ॥
ભગવાન શિવ પાર્વતીને કાકભુશુંડિનો જીવનવૃતાંત કહે છે
(દોહરો)
સહસ્ત્ર નરમાં હોય કો એક ધર્મવ્રતવાન,
કોટિ ધર્મવાનોમહીં કોઈ હોય મહાન.
વિષયવિમુખ વૈરાગ્યરત; કોટિ વિરક્તોમાં,
પામે સમ્યક્ જ્ઞાનને કોઈ વિરલ મહા.
કોટિ જ્ઞાનવાનોમહીં જીવનમુક્ત વળી,
કોઈ એક બની શકે, ભાગ્યે શકે મળી.
સહસ્ત્ર જીવનમુક્તમાં વિરક્ત સૌ સુખખાણ,
ધર્મશીલ જ્ઞાની પરમ પરમાત્મારત પ્રાણ,
દુર્લભ સંસારે સદા, મળે ના મળે કે;
એ સૌમાં પણ દુર્લભ રામભક્તિરત તે.
મદમાયા પર ભક્તિ તે પ્રાપ્ત કરી કાગે,
કેવી રીતે વર્ણવો મુજને અનુરાગે.
રામપરાયણ જ્ઞાનરત ગુણાગાર મતિધીર,
ભુશુંડિને ક્યાંથી મળ્યું પ્રાકૃત કાગશરીર ?