Lord Shiva turn up to see Ram
By-Gujju29-04-2023
Lord Shiva turn up to see Ram
By Gujju29-04-2023
श्रीराम के दर्शन करने आये भगवान शंकर
(छंद)
जय राम रमारमनं समनं । भव ताप भयाकुल पाहि जनं ॥
अवधेस सुरेस रमेस बिभो । सरनागत मागत पाहि प्रभो ॥१॥
दससीस बिनासन बीस भुजा । कृत दूरि महा महि भूरि रुजा ॥
रजनीचर बृंद पतंग रहे । सर पावक तेज प्रचंड दहे ॥२॥
महि मंडल मंडन चारुतरं । धृत सायक चाप निषंग बरं ॥
मद मोह महा ममता रजनी । तम पुंज दिवाकर तेज अनी ॥३॥
मनजात किरात निपात किए । मृग लोग कुभोग सरेन हिए ॥
हति नाथ अनाथनि पाहि हरे । बिषया बन पावँर भूलि परे ॥४॥
बहु रोग बियोगन्हि लोग हए । भवदंघ्रि निरादर के फल ए ॥
भव सिंधु अगाध परे नर ते । पद पंकज प्रेम न जे करते ॥५॥
अति दीन मलीन दुखी नितहीं । जिन्ह के पद पंकज प्रीति नहीं ॥
अवलंब भवंत कथा जिन्ह के ॥ प्रिय संत अनंत सदा तिन्ह कें ॥६॥
नहिं राग न लोभ न मान मदा ॥ तिन्ह कें सम बैभव वा बिपदा ॥
एहि ते तव सेवक होत मुदा । मुनि त्यागत जोग भरोस सदा ॥७॥
करि प्रेम निरंतर नेम लिएँ । पद पंकज सेवत सुद्ध हिएँ ॥
सम मानि निरादर आदरही । सब संत सुखी बिचरंति मही ॥८॥
मुनि मानस पंकज भृंग भजे । रघुबीर महा रनधीर अजे ॥
तव नाम जपामि नमामि हरी । भव रोग महागद मान अरी ॥९॥
गुन सील कृपा परमायतनं । प्रनमामि निरंतर श्रीरमनं ॥
रघुनंद निकंदय द्वंद्वघनं । महिपाल बिलोकय दीन जनं ॥१०॥
(दोहा)
बार बार बर मागउँ हरषि देहु श्रीरंग ।
पद सरोज अनपायनी भगति सदा सतसंग ॥ १४(क) ॥
बरनि उमापति राम गुन हरषि गए कैलास ।
तब प्रभु कपिन्ह दिवाए सब बिधि सुखप्रद बास ॥ १४(ख) ॥
શંકર ભગવાન રામને મળવા પ્રકટ થાય છે
(સોરઠા)
જય રામ રમારમણ શમન ભવતાપ ભયાકુલ પાહિ જન;
અવધેશ સુરેશ રમેશ વિભુ, શરણાગત માગું છું પાહિ પ્રભુ !
દસશીશ વિનાશક વીસ ભુજા, કૃત દૂર મહા મહીભાર બધા;
રજનીચરવૃંદપતંગ રહ્યાં શરપાવકતેજ પ્રચંડ દહ્યાં.
મહીમંડલમંડન ચારુતર ધૃતસાયકચાપનિષંગ વર,
મદમોહમહા મમતા રજની તમપુંજ દિવાકર દિવ્ય બલી.
મનજાતકિરાતે અનેક હણ્યા મૃગમાનવ ભોગશરે જગમાં,
હરી પાપ-ત્રિતાપને રક્ષો તમે, વિષયોમાં પડયા સહુ ભૂલી અમે.
બહુરોગ વિયોગથી લોક મર્યા ભવદંઘ્રિનિરાદર પૂર્ણ થતાં;
ભવસિંધુ અગાધ પડે નર તે પદપકંજ પ્રેમ કરે નવ જે.
અતિદીન ને હીન સદાય દુ:ખી પદપંકજ જેમને પ્રીતિ નથી;
અવલંબ તમારો કથાનો વળી એણે સંતઅનંતની પ્રીત કરી.
નવ રાગ ન લોભ ન માનમદ સમ વૈભવ તેમ સદા વિપદ;
મુનિ યોગની આશ સહર્ષ તજે, બની ભક્ત સદા તમને જ ભજે.
કરી પ્રેમ નિરંતર નિયમ લઈ પદપંકજ સેવે છે શુદ્ધ બની;
સમ માની નિરાદર આદરને સહુ સંત સુખી સઘળે વિચરે.
મુનિમાનસપંકજભૃંગ ભજ રઘુવીર મહારણધીર અજ;
મધુનામ જપું છું નમું છું હરિ, ભવરોગના ઔષધ માનઅરિ !
ગુણશીલકૃપા પરમાયતન, પ્રણિપાત નિરંતર શ્રીરમણ;
રઘુનંદ નિકંદન દ્વંદ્વઘન, મહીપાલ નિહાળોને દીનજન.
(દોહરો)
માગું વારંવાર વર, હર્ષે દો શ્રીરંગ,
પદસરોજ અવિનાશિની ભક્તિ સદા સત્સંગ.
સ્તવી ઉમાપતિ રામગુણ સુખે ગયા કૈલાસ;
પ્રભુએ વાનરને ધર્યા સુખદ સર્વવિધ વાસ.