Sunday, 5 January, 2025

Mandodari continue her effort to convince Ravan

137 Views
Share :
Mandodari continue her effort to convince Ravan

Mandodari continue her effort to convince Ravan

137 Views

रावण को समजाने का मंदोदरी का एक ओर प्रयास
 
कंत समुझि मन तजहु कुमतिही । सोह न समर तुम्हहि रघुपतिही ॥
रामानुज लघु रेख खचाई । सोउ नहिं नाघेहु असि मनुसाई ॥१॥
 
पिय तुम्ह ताहि जितब संग्रामा । जाके दूत केर यह कामा ॥
कौतुक सिंधु नाघी तव लंका । आयउ कपि केहरी असंका ॥२॥
 
रखवारे हति बिपिन उजारा । देखत तोहि अच्छ तेहिं मारा ॥
जारि सकल पुर कीन्हेसि छारा । कहाँ रहा बल गर्ब तुम्हारा ॥३॥
 
अब पति मृषा गाल जनि मारहु । मोर कहा कछु हृदयँ बिचारहु ॥
पति रघुपतिहि नृपति जनि मानहु । अग जगनाथ अतुल बल जानहु ॥४॥
 
बान प्रताप जान मारीचा । तासु कहा नहिं मानेहि नीचा ॥
जनक सभाँ अगनित भूपाला । रहे तुम्हउ बल अतुल बिसाला ॥५॥
 
भंजि धनुष जानकी बिआही । तब संग्राम जितेहु किन ताही ॥
सुरपति सुत जानइ बल थोरा । राखा जिअत आँखि गहि फोरा ॥६॥
 
सूपनखा कै गति तुम्ह देखी । तदपि हृदयँ नहिं लाज बिषेषी ॥७॥
 
(दोहा)
बधि बिराध खर दूषनहि लीँलाँ हत्यो कबंध ।
बालि एक सर मारयो तेहि जानहु दसकंध ॥ ३६ ॥
 
મંદોદરી રાવણને સમજાવવાનો પ્રયત્ન ચાલુ રાખે છે
 
કાંત, સમજો કુમતિને છોડો, મન રઘુપતિપ્રીતથી જોડો;
કરી રામાનુજે રેખા નાની, તમે ઓળંગી ના શક્યા માની.
એવી વીરતા ખ્યાત તમારી યુદ્ધે દાખવશો કોને ન્યારી ?
 
જેના દૂતનાં દૈવી છે કામ તેને જીતશો કયાંથી સંગ્રામ ?
કપિ ઓળંગી સાગર આવ્યો તોય અસુરસમૂહ ના ફાવ્યો.
 
કર્યું ઉજ્જડ વનને આખું માર્યો સુતને બાળી પુર નાખ્યું,
ગર્વ બળનો ગયેલો ક્યાં ત્યારે, કરો અભિમાન નવ અત્યારે.
 
રાજા રઘુપતિને નવ માનો, નાથ જગના અમિતબળ જાણો;
જાણ્યો મારીચે બાણપ્રતાપ, માન્યા તેના કહ્યાથી ના આપ.
 
હતા મિથિલામાં મોટા ભૂપાલ, તમે બળવાળા અતુલ વિશાળ
તોડી ધનુને વર્યા વૈદેહી એની વીરતા કલ્પો છો કેવી ?
 
જાણે બળને જયંત જરીક, બન્યો અંધ પ્રહારે ઘડીક;
દશા શૂર્પણખાતણી જોઈ તોય સન્મતિ સઘળી ખોઈ.
 
(દોહરો)  
વિરાધ ખરદૂષણ તથા મારી વીર કબંધ,
હણ્યો વાલિને એક શર એ નર નવ દસકંધ !

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *