लग्न का मुहूर्त निश्चित किया गया
(चौपाई)
एहि बिधि सकल मनोरथ करहीं । आनँद उमगि उमगि उर भरहीं ॥
जे नृप सीय स्वयंबर आए । देखि बंधु सब तिन्ह सुख पाए ॥१॥
कहत राम जसु बिसद बिसाला । निज निज भवन गए महिपाला ॥
गए बीति कुछ दिन एहि भाँती । प्रमुदित पुरजन सकल बराती ॥२॥
मंगल मूल लगन दिनु आवा । हिम रितु अगहनु मासु सुहावा ॥
ग्रह तिथि नखतु जोगु बर बारू । लगन सोधि बिधि कीन्ह बिचारू ॥३॥
पठै दीन्हि नारद सन सोई । गनी जनक के गनकन्ह जोई ॥
सुनी सकल लोगन्ह यह बाता । कहहिं जोतिषी आहिं बिधाता ॥४॥
(दोहा)
धेनुधूरि बेला बिमल सकल सुमंगल मूल ।
बिप्रन्ह कहेउ बिदेह सन जानि सगुन अनुकुल ॥ ३१२ ॥
લગ્નનું મુહૂર્ત નક્કી થાય છે
(દોહરો)
શંકર સર્વ મનોરથો પૂરણ એ કરશે;
એવા દિવ્ય મનોરથે ભરતી હૃદય રસે.
ઋતુ હેમંત સોહામણો માર્ગશીર્ષ ને માસ
આવ્યો લગ્નદિવસ શુભ સૌ માંગલ્યનિવાસ.
બ્રહ્માએ દિન શોધતાં નારદ મુનિ દ્વારા
મિથિલાપતિને મોકલ્યો ભાવથકી ન્યારા.
જ્યોતિષીપ્રવર જનકના સંમત સર્વ થયા
મુહૂર્તને નિશ્ચિત કર્યું પ્રસન્ન અન્ય બન્યા.
ગોરજની વેળા વિમળ સકળ સુમંગલમૂળ
આવી સમીપ ને થયા શુકન સરસ અનુકૂળ.