Sunday, 22 December, 2024

Meeting with Ram

149 Views
Share :
Meeting with Ram

Meeting with Ram

149 Views

सब राम के पास जाते है  
 
भरत बचन सुनि देखि सुभाऊ । सहित समाज सराहत राऊ ॥
सुगम अगम मृदु मंजु कठोरे । अरथु अमित अति आखर थोरे ॥१॥
 
ज्यौ मुख मुकुर मुकुरु निज पानी । गहि न जाइ अस अदभुत बानी ॥
भूप भरत मुनि सहित समाजू । गे जहँ बिबुध कुमुद द्विजराजू ॥२॥
 
सुनि सुधि सोच बिकल सब लोगा । मनहुँ मीनगन नव जल जोगा ॥
देवँ प्रथम कुलगुर गति देखी । निरखि बिदेह सनेह बिसेषी ॥३॥
 
राम भगतिमय भरतु निहारे । सुर स्वारथी हहरि हियँ हारे ॥
सब कोउ राम पेममय पेखा । भउ अलेख सोच बस लेखा ॥४॥
 
(दोहा)  
रामु सनेह सकोच बस कह ससोच सुरराज ।
रचहु प्रपंचहि पंच मिलि नाहिं त भयउ अकाजु ॥ २९४ ॥
 
સૌ રામને મળવા જાય છે
 
સુણી ભરતને દેખી સ્વભાવ કર્યાં જનકે સૌ સાથે વખાણ;
સુગમ અગમ મૃદુ મંજુ કઠોર શબ્દો અલ્પ છતાં અર્થ ઓર.
 
મુકુરે મુખનું પ્રતિબિંબ ભાસે તોય પકડાય ના ભલે પાસે;
એમ ભરતની અદભુત વાણી સમજી ના શક્યો કોઇ શાણી.
 
ગયા જનક ભરત મુનિ સાથ દેવ કુમુદ શશિ જ્યાં રઘુનાથ.
 
નવજળ યોગે વ્યાકુળ મીન, થાય લોકો થયા એવા ખિન્ન;
દેવે ગતિ કુળગુરુતણી જોઇ, સ્નેહ નીરખ્યો જનકનો મોહી.
 
રામભક્તિમય ભરતને ભાળી સુર સ્વાર્થી ગયા હૈયે હારી;
રામપ્રેમે ભર્યા સૌ કોઇ દેખી અકળ શોકે રહ્યા રોઇ.
 
(દોહરો)
રામ સ્નેહસંકોચવશ, વદ્યા સશોક સુરરાજ,
રચો પ્રપંચ બધા મળી, નહિ તો થશે અકાજ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *