रामकथा सुनने का कौन अधिकारी नहीं
(चौपाई)
अग्य अकोबिद अंध अभागी । काई बिषय मुकर मन लागी ॥
लंपट कपटी कुटिल बिसेषी । सपनेहुँ संतसभा नहिं देखी ॥१॥
कहहिं ते बेद असंमत बानी । जिन्ह कें सूझ लाभु नहिं हानी ॥
मुकर मलिन अरु नयन बिहीना । राम रूप देखहिं किमि दीना ॥२॥
जिन्ह कें अगुन न सगुन बिबेका । जल्पहिं कल्पित बचन अनेका ॥
हरिमाया बस जगत भ्रमाहीं । तिन्हहि कहत कछु अघटित नाहीं ॥३॥
बातुल भूत बिबस मतवारे । ते नहिं बोलहिं बचन बिचारे ॥
जिन्ह कृत महामोह मद पाना । तिन् कर कहा करिअ नहिं काना ॥४॥
(सोरठा)
अस निज हृदयँ बिचारि तजु संसय भजु राम पद ।
सुनु गिरिराज कुमारि भ्रम तम रबि कर बचन मम ॥ ११५ ॥
રામકથા સાંભળવા માટે કોણ અધિકારી નથી
અજ્ઞ મૂર્ખ જે અંધ અભાગ, મન પર વિષયોના છે ડાઘ,
દર્પણ દિલનું સાફ નહીં, લંપટ કપટી કુટિલ વળી,
સ્વપ્ને કર્યો ન હો સત્સંગ, આવ્યો કુકર્મનો ના અંત,
લાભહાનિ ના સમજે જે, વેદ વિરોધી વાણી તે.
વેદશાસ્ત્રનાં નેત્ર વિહીન સ્વરૂપને શું સમજે દીન,
રામસ્વરૂપ નિહાળે શે, વિપરીત વેદ વાણી તે.
નિર્ગુણ સગુણતણો ન વિવેક, વચનો મિથ્યા વદે અનેક,
માયાવશ જે જગમાં ફરે, અનુચિત તે બહુ બોલ્યા કરે.
વાયુરોગવાળા મદમત્ત, ભૂતપ્રેતથી પીડાગ્રસ્ત.
વિચારી વદે તે ના વાણ, ધરે નહીં સત્યતણું ધ્યાન.
કર્યું મોહકેરું મદપાન તેનું કથન ન ધરવું ધ્યાન.
એમાં વિચારી હૃદયમહીં સંશય કરશો કદી નહીં,
રામચરણને ભજો સદા સમર્પનારાં સુખસંપદા.
સુણો હે ગિરિરાજકુમારી અનુપમ શ્રદ્ધાને ધારી,
ભ્રાંતિતણો અંધાર કરાળ, સૂર્યકિરણશી મારી વાણ