Sunday, 22 December, 2024

Monkeys want to be with Ram

149 Views
Share :
Monkeys want to be with Ram

Monkeys want to be with Ram

149 Views

वानरसेना श्रीराम के साथ अयोध्या जाने के लिए उत्सुक
 
भालु कपिन्ह पट भूषन पाए । पहिरि पहिरि रघुपति पहिं आए ॥
नाना जिनस देखि सब कीसा । पुनि पुनि हँसत कोसलाधीसा ॥१॥
 
चितइ सबन्हि पर कीन्हि दाया । बोले मृदुल बचन रघुराया ॥
तुम्हरें बल मैं रावनु मार यो । तिलक बिभीषन कहँ पुनि सार यो ॥२॥
 
निज निज गृह अब तुम्ह सब जाहू । सुमिरेहु मोहि डरपहु जनि काहू ॥
सुनत बचन प्रेमाकुल बानर । जोरि पानि बोले सब सादर ॥३॥
 
प्रभु जोइ कहहु तुम्हहि सब सोहा । हमरे होत बचन सुनि मोहा ॥
दीन जानि कपि किए सनाथा । तुम्ह त्रेलोक ईस रघुनाथा ॥४॥
 
सुनि प्रभु बचन लाज हम मरहीं । मसक कहूँ खगपति हित करहीं ॥
देखि राम रुख बानर रीछा । प्रेम मगन नहिं गृह कै ईछा ॥५॥
 
(दोहा)
प्रभु प्रेरित कपि भालु सब राम रूप उर राखि ।
हरष बिषाद सहित चले बिनय बिबिध बिधि भाषि ॥ ११८(क) ॥
 
कपिपति नील रीछपति अंगद नल हनुमान ।
सहित बिभीषन अपर जे जूथप कपि बलवान ॥ ११८(ख) ॥
 
कहि न सकहिं कछु प्रेम बस भरि भरि लोचन बारि ।
सन्मुख चितवहिं राम तन नयन निमेष निवारि ॥ ११८(ग) ॥
 
વાનરસેના શ્રીરામ સાથે અયોધ્યા આવવા ઇચ્છે છે
 
પટભૂષણ કપિભાલુ ધારી પહોંચ્યા સુંદરતા સજી ન્યારી;
લાગ્યા હસવાને કોશલાધીશ; બોલ્યા કરુણાસ્વરે જગદીશ.
 
માર્યો રાવણને બળથી તમારા, તમે પ્રાણ ખરે અમારા;
કર્યું તિલક વિભીષણ ભાલે, કર્યુ અનુકૂળ સઘળું કાળે.
 
જઈ ઘેર સ્મરો મને સ્નેહે, હવે ડરશો ના કોઈથી કેમે;
થઈ વ્યાકુળ વચન સુણીને કપિ સાદર બોલ્યા નમીને.
 
પ્રભુ શબ્દ સૌ આપને સોહે કિન્તુ મનને અમારાં મોહે;
તમે ત્રિભુવનપતિ રઘુનાથ દીન સમજી દીધો અમને સાથ.
 
કરે મચ્છર ગરુડની સેવા, સુણી વચનો શરમાઈએ એવાં;
રહી ઘરની ઈચ્છા ના અમારે, આવ્યા શરણે અમે તો તમારે.
 
(દોહરો)
પ્રભુપ્રેરિત કપિભાલુ સૌ રાખી હૃદયે રામ,
ચાલ્યા હર્ષ વિષાદસહ અરજ કરી અભિરામ.
   
જાંબવાન સુગ્રીવ નીલ અંગદ નલ હનુમાન,
વિભીષણ સહિત અન્ય સૌ સેનાપતિ બળવાન,
 
કહી શક્યા ન કશું; ભરી લોચનમાં પાણી,
રહ્યા રામને પ્રેમવશ નિનિર્મેષ ભાળી.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *