Sunday, 22 December, 2024

Narad visit Ram

139 Views
Share :
Narad visit Ram

Narad visit Ram

139 Views

नारद तथा अन्य मुनि श्रीराम के दर्शन करने आये
 
नारदादि सनकादि मुनीसा । दरसन लागि कोसलाधीसा ॥
दिन प्रति सकल अजोध्या आवहिं । देखि नगरु बिरागु बिसरावहिं ॥१॥
 
जातरूप मनि रचित अटारीं । नाना रंग रुचिर गच ढारीं ॥
पुर चहुँ पास कोट अति सुंदर । रचे कँगूरा रंग रंग बर ॥२॥
 
नव ग्रह निकर अनीक बनाई । जनु घेरी अमरावति आई ॥
महि बहु रंग रचित गच काँचा । जो बिलोकि मुनिबर मन नाचा ॥३॥
 
धवल धाम ऊपर नभ चुंबत । कलस मनहुँ रबि ससि दुति निंदत ॥
बहु मनि रचित झरोखा भ्राजहिं । गृह गृह प्रति मनि दीप बिराजहिं ॥४॥
 
(छंद)
मनि दीप राजहिं भवन भ्राजहिं देहरीं बिद्रुम रची ।
मनि खंभ भीति बिरंचि बिरची कनक मनि मरकत खची ॥
सुंदर मनोहर मंदिरायत अजिर रुचिर फटिक रचे ।
प्रति द्वार द्वार कपाट पुरट बनाइ बहु बज्रन्हि खचे ॥
 
(दोहा)
चारु चित्रसाला गृह गृह प्रति लिखे बनाइ ।
राम चरित जे निरख मुनि ते मन लेहिं चोराइ ॥ २७ ॥
 
નારદ અને અન્ય મુનિઓ રામના દર્શનાર્થે
 
નારદાદિ સનકાદિ મુનીશ દર્શનકાજ કોશલાધીશ,
આવે નગરમહીં સપ્રેમ વિસરે વિરતિ તેમ વ્રતનેમ.
 
સુવર્ણમણિથી મઢી અટારી, લાદી બહુરંગી ત્યાં ન્યારી;
પુર ચોપાસ કોટ અતિસુંદર, ઉપર કાંગરા રંગભર્યા વર.
 
નવગ્રહની સેના ત્યાં મળી સ્વર્ગપુરીને ઘેરી વળી;
માર્ગે રત્ન વિવિધ સોહાય, પેખી મુનિવરમન મોહાય.
 
ધવલ ધામ આલિંગે વ્યોમ, નીંદે કળશ ચંદ્ર ને સોમ;
ઝરૂખા સુભગ મણિથી થયા, ઘેરઘેર મણિદીપ બન્યા.
 
(છંદ)
મણિદીપ રાજે ભવનમાં, ચમકે સરસ ત્યાં ઉંબરા,
મરકત મણિજડિત સ્વર્ણની શોભે દીવાલો દિવ્ય ત્યાં;
સુવિશાળ સુંદર રમ્ય હર્મ્ય, સ્ફટિકતણાં આંગણ રચ્યાં,
પ્રતિદ્વાર સ્વર્ણકપાટ હીરાજડિત દેખાયે ઘણાં.
 
(દોહરો)
ચારુ ચિત્રશાળા ઘણી પ્રતિગૃહ રહી બની,
રામચરિત આલેખતી; મુનિમન મુગ્ધ કરી.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *