Narada leave after satsang
By-Gujju27-04-2023
Narada leave after satsang
By Gujju27-04-2023
संत के लक्षण
निज गुन श्रवन सुनत सकुचाहीं । पर गुन सुनत अधिक हरषाहीं ॥
सम सीतल नहिं त्यागहिं नीती । सरल सुभाउ सबहिं सन प्रीती ॥१॥
जप तप ब्रत दम संजम नेमा । गुरु गोबिंद बिप्र पद प्रेमा ॥
श्रद्धा छमा मयत्री दाया । मुदिता मम पद प्रीति अमाया ॥२॥
बिरति बिबेक बिनय बिग्याना । बोध जथारथ बेद पुराना ॥
दंभ मान मद करहिं न काऊ । भूलि न देहिं कुमारग पाऊ ॥३॥
गावहिं सुनहिं सदा मम लीला । हेतु रहित परहित रत सीला ॥
मुनि सुनु साधुन्ह के गुन जेते । कहि न सकहिं सारद श्रुति तेते ॥४॥
(छंद)
कहि सक न सारद सेष नारद सुनत पद पंकज गहे ।
अस दीनबंधु कृपाल अपने भगत गुन निज मुख कहे ॥
सिरु नाह बारहिं बार चरनन्हि ब्रह्मपुर नारद गए ॥
ते धन्य तुलसीदास आस बिहाइ जे हरि रँग रँए ॥
(दोहा)
रावनारि जसु पावन गावहिं सुनहिं जे लोग ।
राम भगति दृढ़ पावहिं बिनु बिराग जप जोग ॥ ४६(क) ॥
दीप सिखा सम जुबति तन मन जनि होसि पतंग ।
भजहि राम तजि काम मद करहि सदा सतसंग ॥ ४६(ख) ॥
॥ मासपारायण, बाईसवाँ विश्राम ॥
इति श्रीमद्रामचरितमानसे सकलकलिकलुषविध्वंसने तृतीयः सोपानः समाप्तः ।
॥ अरण्यकाण्ड समाप्त ॥
સંતના લક્ષણો
નિજ ગુણ શ્રવણે સંકોચાય, પરગુણ શ્રવણ થકી હરખાય,
સમશીતળ ત્યાગે ના નીતિ, સરળ કરે સૌ સાથે પ્રીત.
જપ તપ વ્રત દમ સંયમ નેમ, ગુરૂ ગોવિંદ વિપ્ર પદ પ્રેમ;
દયા ક્ષમા મૈત્રી વિશ્વાસ માયા રહિત મુદિત મમ આશ.
વિરતિ વિવેક વિનય વિજ્ઞાન જાણે સમજે વેદપુરાણ;
દંભ માન મદથી ન ચળે, પગ ભૂલે ન કુમાર્ગ ધરે.
લીલા સુણે તથા મુજ ગાય, પરહિતકાજે ધારે કાય;
શ્રુતિ સરસ્વતી કેમ કહે, મર્મ સંતનો કેમ લહે?
(દોહરો)
દીનબંધુએ સંતના ગુણ સ્વમુખે જ કહ્યા,
બ્રહ્મલોકમાં વંદતાં નારદ પછી ગયા.
આશા તજતાં અન્ય જે રંગાયા હરિરંગ
ધન્ય એમને, અનુભવે રસને એ જ અભંગ.
પવિત્ર યશ શ્રીરામના સુણશે ગાશે જે
વિરતિયોગ જપના વિના ભક્તિ પામશે તે.
દીપશિખા સમ સ્ત્રીતન, મન ન બનીશ પતંગ,
તજી કામ મદ રામ ભજ, સેવ સદા સત્સંગ.