नारदजी के श्रीमुख से रामकथा
गिरिजा सुनहु बिसद यह कथा । मैं सब कही मोरि मति जथा ॥
राम चरित सत कोटि अपारा । श्रुति सारदा न बरनै पारा ॥१॥
राम अनंत अनंत गुनानी । जन्म कर्म अनंत नामानी ॥
जल सीकर महि रज गनि जाहीं । रघुपति चरित न बरनि सिराहीं ॥२॥
बिमल कथा हरि पद दायनी । भगति होइ सुनि अनपायनी ॥
उमा कहिउँ सब कथा सुहाई । जो भुसुंडि खगपतिहि सुनाई ॥३॥
कछुक राम गुन कहेउँ बखानी । अब का कहौं सो कहहु भवानी ॥
सुनि सुभ कथा उमा हरषानी । बोली अति बिनीत मृदु बानी ॥४॥
धन्य धन्य मैं धन्य पुरारी । सुनेउँ राम गुन भव भय हारी ॥५॥
(दोहा)
तुम्हरी कृपाँ कृपायतन अब कृतकृत्य न मोह ।
जानेउँ राम प्रताप प्रभु चिदानंद संदोह ॥ ५२(क) ॥
नाथ तवानन ससि स्रवत कथा सुधा रघुबीर ।
श्रवन पुटन्हि मन पान करि नहिं अघात मतिधीर ॥ ५२(ख) ॥
નારદજીના મુખે શ્રીરામની કથા
કથા કહી અત્યંત રસાળ રઘુવરની મુજ મતિ અનુસાર;
રામચરિત શતકોટિ અપાર શ્રુતિ શારદા ન પામે પાર.
રામ અનંત ગુણોય અનંત જન્મકર્મ ને નામ અનંત;
જલકણ રજગણ ગણી શકાય ચરિત તોય સંપૂર્ણ ન થાય.
વિમળ કથા હરિપદને ધરે, અવિચળ ભક્તિ પ્રગટ ને કરે;
રામકથા મેં સુંદર કહી ભુશુંડિમુખથી અદભુત વહી.
અલ્પ રામગુણ આજ કહ્યા, કોઈયે નવ પૂર્ણ લહ્યા;
સુણી કથાને હરખ્યો પ્રાણ, પ્રગટી અતિ વિનીત મૃદુ વાણ.
(દોહરો)
કૃપાયતન પામી કૃપા ધન્ય થયો મુજ પ્રાણ,
પ્રભુપ્રતાપ જાણ્યો, મટયો મનનો મોહ મહાન.
મુખચંદ્રથકી વરસતી કથાસુધા રઘુવીર,
મન તૃપ્તિ ના પામતું શ્રવણપુટે પી ધીર.