Naradji sing Ram’s glory
By-Gujju16-04-2023
Naradji sing Ram’s glory
By Gujju16-04-2023
नारदजी श्रीराम की स्तुति करते है
मामवलोकय पंकज लोचन । कृपा बिलोकनि सोच बिमोचन ॥
नील तामरस स्याम काम अरि । हृदय कंज मकरंद मधुप हरि ॥१॥
जातुधान बरूथ बल भंजन । मुनि सज्जन रंजन अघ गंजन ॥
भूसुर ससि नव बृंद बलाहक । असरन सरन दीन जन गाहक ॥२॥
भुज बल बिपुल भार महि खंडित । खर दूषन बिराध बध पंडित ॥
रावनारि सुखरूप भूपबर । जय दसरथ कुल कुमुद सुधाकर ॥३॥
सुजस पुरान बिदित निगमागम । गावत सुर मुनि संत समागम ॥
कारुनीक ब्यलीक मद खंडन । सब बिधि कुसल कोसला मंडन ॥४॥
कलि मल मथन नाम ममताहन । तुलसीदास प्रभु पाहि प्रनत जन ॥५॥
(दोहा)
प्रेम सहित मुनि नारद बरनि राम गुन ग्राम ।
सोभासिंधु हृदयँ धरि गए जहाँ बिधि धाम ॥ ५१ ॥
નારદજી શ્રીરામની સ્તુતિ કરે છે
પેખો પ્રેમે પંકજલોચન કૃપાદષ્ટિથી શોકવિમોચન;
નીલકમળ સમ શ્યામ કામઅરિ હૃદયકંજ મકરંદ મધુપ હરિ !
જાતુધાન સેનાબળભંજન, મુનિસજ્જનરંજન અઘગંજન;
ભૂસુરધાન્ય નવલ વાદળમય અશરણશરણ દૈન્યહર નિર્ભય.
ભુજબલ વિપુલ ભાર જગ ખંડિત, ખરદૂષણ વિરાધ વધ પંડિત;
રાવણારિ સુખરૂપ ભૂપવર, જય દશરથકુળ કુમુદ સુધાકર.
સુયશ પુરાણવિદિત નિગમાગમ, સ્તવતા સુરમુનિ સંતસમાગમ;
કારુણીક મિથ્યામદખંડન, કુશળ કૃતાર્થ અવધના મંડન.
કલિમલ મથન નામ મમતાહન રક્ષો હે પ્રભુ સદા પ્રણતજન.
(દોહરો)
પ્રેમસહિત મુનિ નારદ સ્તવી રામ ગુણગ્રામ,
શોભાસિંધુ ઉરે ધરી પહોંચ્યા વિધિના ધામ.