Naradji visit Ram
By-Gujju15-04-2023
Naradji visit Ram
By Gujju15-04-2023
श्रीराम के दर्शन करने नारदजी आये
अस कहि मुनि बसिष्ट गृह आए । कृपासिंधु के मन अति भाए ॥
हनूमान भरतादिक भ्राता । संग लिए सेवक सुखदाता ॥१॥
पुनि कृपाल पुर बाहेर गए । गज रथ तुरग मगावत भए ॥
देखि कृपा करि सकल सराहे । दिए उचित जिन्ह जिन्ह तेइ चाहे ॥२॥
हरन सकल श्रम प्रभु श्रम पाई । गए जहाँ सीतल अवँराई ॥
भरत दीन्ह निज बसन डसाई । बैठे प्रभु सेवहिं सब भाई ॥३॥
मारुतसुत तब मारूत करई । पुलक बपुष लोचन जल भरई ॥
हनूमान सम नहिं बड़भागी । नहिं कोउ राम चरन अनुरागी ॥४॥
गिरिजा जासु प्रीति सेवकाई । बार बार प्रभु निज मुख गाई ॥५॥
(दोहा)
तेहिं अवसर मुनि नारद आए करतल बीन ।
गावन लगे राम कल कीरति सदा नबीन ॥ ५० ॥
નારદજી શ્રીરામની મુલાકાતે
એમ કહી મુનિ ઘેર પધાર્યા, કૃપાસિંધુ મનને અતિ ભાવ્યા;
મારુતિસુત ભરતાદિક ભ્રાત રઘુપતિએ લેતાં નિજ સાથ.
કર્યું નગરની બહાર પ્રયાણ, ગજ રથ મંગાવ્યા તત્કાળ;
પ્રશંસા કરી ભેટ કર્યા મનપસંદ સ્મિત સહિત ધર્યા.
થયા શ્રમિત પ્રભુ શ્રમ હરનારા, ગયા આમ્રવનમાં તત્કાળ,
વસ્ત્ર પાથર્યું ભરતે એક, બેઠા શાંતિ સહિત પ્રભુ છેક.
પુલકિત તન લોચન જલ સાથ હનુમાન કરે પંખો હાથ;
કોણ એમના સમ બડભાગ કરતા રામચરણનો રાગ,
પ્રીત જેમની સેવા તેમ પ્રભુએ કહી સ્વમુખ સપ્રેમ.
(દોહરો)
નારદમુનિ એ અવસરે આવ્યા ધારી બીન,
ગાવા લાગ્યા રામની સુંદર કીર્તિ નવીન.