Sunday, 22 December, 2024

પરશુરામના શાપનું સ્મરણ

358 Views
Share :
પરશુરામના શાપનું સ્મરણ

પરશુરામના શાપનું સ્મરણ

358 Views

{slide=Karna remember Parshuram’s curse}

In Mahabharat, Karna’s character seem very tragic. His mother, Kunti, deserted him after birth and he grew up without any knowledge about his parents or family lineage. His childhood was void of motherly love and affection. When Karna grew up, his misfortune took him to Duryodhan. If Arjun or Krishna would have been his friends, the path of his life might be totally different. During his studies, Karna tried his level best to serve Parshuram, his Guru, but faced his wrath. Finally, in Mahabharat war, he got Shalya as his charioteer, who instead of becoming source of encouragement, became his critic and dispirited him. It was Karna’s time to remember Parshuram’s curse.

Once Parshuram was taking nap and Karna was holding his head on his thigh. Suddenly, a wasp came and cut Karna on his thigh. Karna felt great pain but remained nonchalant so that Parshuram’s sleep remain undisturbed. When Parshuram woke up and saw Karna’s thigh shaded with blood, he asked for the reason. Karna told him what happened. Instead of praising Karna’s tolerance, Parshuram doubted that he must be anyone but Brahmin as Brahmins don’t have that kind of tolerance. Karna had hided his true identity in order to learn from Parshuram. When Parshuram learned that Karna cheated him, he cursed Karna that his knowledge would not work for him when he would need it the most. On the battlefield of Mahabharat, Karna remembered it. It was the time when he needed his knowledge and weaponry but Parshuram’s curse proved infallible.

મહાભારતમાં કર્ણનું પાત્ર અતિશય કરુણ પાત્ર તરીકે જોવા મળે છે.

કર્ણને કુંતીએ જન્મની સાથે જ છોડી દીધો. એને એના જન્મ તથા મૂળ માતાપિતાના રહસ્યજ્ઞાનથી વંચિત રહેવું પડયું એ એના જીવનની જેવીતેવી કરુણતા ના કહેવાય.

એને આરંભથી જ દુર્યોધનનો સ્નેહ તથા સંગ મળ્યો એને બદલે યુધિષ્ઠિર, અર્જુન કે કૃષ્ણનો સ્નેહ કે સંગ સાંપડયો હોત તો પરિસ્થિતિ જુદી હોત. એનું સદભાગ્ય સોળે કળાએ ખીલી ઊઠત. એનું જીવન વધારે ઉજ્જવળ, સત્યનિષ્ઠ તથા શ્રેયસ્કર બનત.

પરશુરામને ગુરૂ માનીને એમની પાસેથી શસ્ત્રાસ્ત્રવિદ્યા શીખતી વખતે ગુરૂની સેવાભાવનાથી પ્રેરાઇને સારું કરવા છતાં પણ એને શાપ મળ્યો.

મહાભારતના યુદ્ધમાં અવારનવાર અપમાનિત કરીને, અનુચિત શબ્દોને સંભળાવીને, ઉત્સાહને વધારવાને બદલે ઘટાડી નાખનારો શલ્ય સરખો શત્રુતા ભરેલો સારથિ મળ્યો.

એણે યુદ્ધ વખતે કટુ તથા વિરોધી વચનો સાંભળીને કર્ણના સામર્થ્ય તથા ઉત્સાહને ઓગાળી નાખવાનું કૃષ્ણ, અર્જુન અને યુધિષ્ઠિરને વચન આપેલું.

એ વચન એણે યાદ રાખ્યું અને પાળી બતાવ્યું.

યુદ્ધ દરમિયાન એણે કર્ણ પર કટુ વિપરીત વચનોનો વરસાદ વરસાવ્યો ત્યારે કર્ણને પોતાના ગુરૂ પરશુરામનો શાપપ્રસંગ યાદ આવ્યો.

ગુરૂ પરશુરામના આશ્રમની એ મંગલ દુઃખદ ઘટના એના મનની આંખ આગળ આવીને ઊભી રહી.

યુદ્ધમેદાનમાં શલ્યે કર્ણને જણાવ્યું કે હમણાં જ ઉત્તમ રથમાં બેઠેલા પરાક્રમી કૃષ્ણ અને અર્જુનને તું અહીં રણક્ષેત્રમાં જોઇશ. જો તું મારા કહેવા પ્રમાણે કરતો હોય તો બુદ્ધિનો આશ્રય કરીને શ્રીકૃષ્ણ તથા અર્જુનનું શરણ લે. જ્યારે તું યુદ્ધમાં પરાક્રમ કરી રહેલા કૃષ્ણ તથા અર્જુનને એક રથમાં બેઠેલાં જોઇશ ત્યારે તારી વાણી વિરમી જશે. વળી જ્યારે અર્જુન સેંકડો બાણો મારીને તારા ગર્વનો નાશ કરશે ત્યારે તારામાં તથા તેનામાં કેટલું અંતર છે તે તારા જોવામાં આવશે. તે બન્ને પુરુષશ્રેષ્ઠો દેવો, અસુરો તથા મનુષ્યોમાં વિખ્યાત છે. પતંગિયું જેમ મુર્ખાઇથી સૂર્ય તથા અગ્નિનું અપમાન કરે છે તેમ તું તે બંન્નેનું અપમાન ના કર. સૂર્ય તથા ચંદ્ર જગતમાં સર્વના પ્રકાશક તરીકે પ્રસિદ્ધ છે, તેમ કૃષ્ણ તથા અર્જુન પણ તેજસ્વિતામાં પૃથ્વીમાં પ્રસિદ્ધ છે. તું તો મનુષ્યોમાં એક પતંગિયા જેવો જ છે. માટે હે સુતપુત્ર ! તું શ્રીકૃષ્ણ અને અર્જુનની અવગણના ના કરતો. તે બંન્ને પુરુષોમાં સિંહ સરખા છે. હવે ખોટી બડાઇ ના કરતાં મૂંગો બનીને બેસી રહે.

મદ્રરાજ શલ્યના તે અપ્રિય શબ્દોને સાંભળ્યા પછી કર્ણને તેના પર અવિશ્વાસ પેદા થયો, અને તેણે શલ્યને કહેવા માંડ્યું કે અર્જુન તથા કૃષ્ણ કેવા બળવાન છે તથા તેમનાં બળ તથા શસ્ત્રાસ્ત્રો કેવાં શક્તિશાળી છે તે બધું જેટલું મારા જાણવામાં છે તેટલું તારા જાણવામાં નથી. છતાં પણ શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ ગણાતા અર્જુન તથા શ્રીકૃષ્ણ સામે નિર્ભય થઇને આજે હું યુદ્ધ કરીશ. પરન્તુ આ સમયે સ્મરણમાં આવેલો મારા ગુરૂ બ્રાહ્મણશ્રેષ્ઠ પરશુરામનો શાપ મને અત્યંત સંતાપ ઉપજાવે છે.

શલ્યના શબ્દો કર્ણને ક્રોધાતુર બનાવે એવા કટુ હોવાં છતાં કર્ણ કાંઇક શાંત રહ્યો. યુદ્ધની એવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં કર્ણનું મન પરશુરામ પાસે પહોંચી ગયું.

કર્ણ એ વખતે અલૌકિક અસાધારણ શસ્ત્રાસ્ત્રોના અભ્યાસ માટે પરશુરામ પાસે બ્રાહ્મણવેશે રહેતો હતો.

પરશુરામ એના પર પુષ્કળ પ્રેમ તથા વિશ્વાસ રાખતા.

એ વિશ્વાસ તથા પ્રેમથી પ્રેરાઇને એને ગુણમાં ગુણ અસ્ત્રવિદ્યાનું જ્ઞાન આપતા.

એકવાર તેઓ કર્ણના સાથળ પર મસ્તક મૂકીને નિદ્રાધીન બનેલા ત્યારે ત્યાં એક ભ્રમર આવ્યો.

ભ્રમરે એમની અને કર્ણની આજુબાજુ ઊડવા માંડયું અને છેવટે કર્ણના સાથળ પર ડંખ માર્યો.

એ ડંખની વેદના અતિભયંકર અને અસહ્ય હોવા છતાં પણ કર્ણ એને સહન કરીને શાંત રહ્યો. પોતાના પ્રિય અને પૂજ્ય ગુરૂ પરશુરામની નિદ્રામાં ભંગ ના પડે તેનું તેણે ધ્યાન રાખ્યું.

એના સાથળમાંથી રક્તનો પ્રવાહ વહેવા માંડયો તોપણ એ તિતિક્ષાની મૂર્તિ જેવો શાંત જ રહ્યો.

પરશુરામે જ્યારે જાગ્યા પછી એ દૃશ્યને નિહાળ્યું ત્યારે એને એની સેવાભાવના તથા તિતિક્ષા માટે અભિનંદન આપવાને બદલે એ કોપાયમાન બનીને બોલી ઊઠ્યા કે તું બ્રાહ્મણ નથી. બ્રાહ્મણમાં આવી અસામાન્ય સહનશક્તિ કે ધીરજ ના હોય. તું ખરેખર કઇ જ્ઞાતિનો છે તે મને જણાવી દે.

કર્ણે સૂતપુત્ર તરીકે પોતાનો પરિચય આપ્યો.

પરશુરામે એ સાંભળીને સત્વર શાપ આપ્યો કે તેં તારી સૂતજાતિને ગુપ્ત રાખીને છળપૂર્વક બ્રાહ્મણવેશને લઇને મારી પાસેથી બ્રહ્માસ્ત્રને પ્રાપ્ત કર્યું છે, પરન્તુ તે બ્રહ્માસ્ત્ર તારા સંરક્ષણના સાચા સમયે અથવા તારી પ્રતિજ્ઞાના પાલન સમયે તારા કામમાં નહિ આવી શકે. તારા મૃત્યુસમય સિવાયના બીજા સમયે તને તેની સ્મૃતિ રહેશે પણ મૃત્યુસમયે તે તારા ઉપયોગમાં નહિ આવે. બ્રાહ્મણ સિવાય કોઇ બીજા પુરુષમાં તે સ્થાયી નથી રહી શકતું.

પરશુરામનો એ શાપ કર્ણને માટે અતિશય અમંગલ થઇ પડ્યો.

પરશુરામે શાપ આપવામાં થોડીક ઉતાવળ કરી એવું લાગવાનો સંભવ છે. તો પણ જે થવાનું હતું તે થઇ ગયું. એનો કોઇ ઇલાજ નહોતો.

યુદ્ધમેદાનમાં કર્ણને લાગ્યું કે ભ્રમરનું રૂપ લઇને પોતાના સાથળમાં ડંખ મારીને ઇન્દ્રે જ વિઘ્ન નાખેલું. તુમુલ તથા ભયંકર સંગ્રામ શરૂ થતાં અણીના વખતે એ બ્રહ્માસ્ત્રને પરશુરામના શાપના પરિણામરૂપે ભૂલી ગયો. એથી એની શક્તિ આપોઆપ ઓછી થઇ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *