Thursday, 14 November, 2024

પરશુરામની પિતૃભક્તિ

309 Views
Share :
પરશુરામની પિતૃભક્તિ

પરશુરામની પિતૃભક્તિ

309 Views

{slide=Parshuram’s devotion}

Sage Jamadagni was wedded to Renuka, daughter of King Prasenjit. They had five sons, the youngest being Parshuram. One day, Renuka saw King Chitrarath flirting with his queen. Renuka’s mind was excited by the scene. When she returned home, Sage Jamadagni gauged the change of her mind. He at once decided to punish her. Sage ordered his four sons but they refused to execute their mother. That made Sage very angry, and his wrath made his four sons dead. When Parshuram arrived at the scene, his father commanded him to kill his mother. Parshuram agreed and followed his father’s command. Sage was happy at this and asked Parshuram for a boon. Parshuram asked to make his four brothers and mother alive. Sage Jamadagni not only granted life to Parshuram’s slain mother and his brothers but blessed Parshuram with great powers.
In another incidence, King Sahastrarjun visited Sage Jamadagni’s place. There, he was lured by Kamdhenu cow and took her calf by force. When Parshuram learned about it, he punished the King and took his life. When King Sahastrarjun’s son came to know about the incidence, they retaliated. In absence of Parshuram, they attacked and killed Sage Jamadagni, Parshuram’s father. This made Parshuram angry and he vowed to make the world void of kshtriyas. Parshuram, then executed every Kshatriya from the face of the earth. Such was the anger of Parshuram. 

વેદાધ્યાનમાં પારંગત પરમ તપસ્વી મહામુનિ જમદગ્નિ.

એમની પત્ની રાજા પ્રસેનજિતની પુત્રી રેણુકા.

એમનાં પાંચ પુત્રો.

એમાં સૌથી નાના પુત્ર પરશુરામ.

એ પરમ પિતૃભક્ત પરશુરામની પિતૃભક્તિની કથા જાણવા જેવી છે.

એના પ્રત્યે અંગુલિનિર્દેશ અસ્થાને નહિ જણાય.

કહે છે કે વ્રતધારિણી રેણુકા એક વાર આશ્રમની સમીપે આવેલી સરિતામાં સ્નાન કરવા ગયેલી.

સરિતાસ્નાન કરીને પાછી ફરતી વખતે એણે રાજા ચિત્રરથને પોતાની પત્ની સાથે જળમાં સ્વચ્છંદતાપૂર્વક કામક્રીડા કરતો જોયો.

એ દૃશ્યને દેખીને એનું મન દૂષિત બન્યું અને એની ઇચ્છા કરવા લાગ્યું.

એ અસહાય અવસ્થામાં એ ભયભીત બનીને આશ્રમમાં પહોંચી.

મહામુનિ જમદગ્નિએ એના મલિન મનોભાવને જાણીને એના એ માનસિક અપવિત્રતાના અપરાધને લીધે એને દંડ દેવાનો વિચાર કર્યો.

વાત જરાક વિચિત્ર અને વધારે પડતી કઠોર લાગવાનો સંભવ છે; પરંતુ તટસ્થ રીતે પૂર્વગ્રહરહિત રહીને વિચારવાથી સમજી શકાશે કે એ કાળમાં શારીરિક સંયમને અને શુદ્ધિને અગત્ય આપવામાં આવતી એ તો સર્વાંશે સાચું હતું, પરંતુ એથી આગળ વધીને માનસિક સંયમને અને શુદ્ધિને પણ આવશ્યક માનવામાં આવતાં. એમનો આગ્રહ પણ એટલા જ ધ્યાનપૂર્વક, બલ્કે એથી વિશેષ ધ્યાનપૂર્વક, રાખવામાં આવતો. મહર્ષિ જમદગ્નિની પ્રતિક્રિયાને એવા અસામાન્ય અપવાદરૂપ સંજોગોને અનુસરીને સમજવાની છે. તો જ તેને સહાનુભૂતિપૂર્વક સમજીને ન્યાય કરી શકાશે. જે વ્યક્તિ શરીરના સંયમને પણ મહત્વનો નહિ માનતી હોય અને એનાથી આગળ વધીને શરીરને વ્યક્તિગત ભોગવિલાસપૂર્તિનું સ્વૈચ્છિક સગવડભર્યું સાધન સમજતી હશે તે વ્યક્તિ એની પાછળની અનુશાસનાત્મક ઉદાત્ત ભદ્ર ભાવનાને ભાગ્યે જ સમજી, વિચારી કે મૂલવી શકશે.

મહર્ષિ જમદગ્નિ કદાચ પુત્રોની કસોટી કરવા માગતા હશે.

એથી એમણે એમને રેણુકાનો વધ કરવાની આજ્ઞા કરી.

પરંતુ પ્રથમ ચાર પુત્રો માતા પ્રત્યેના પ્રેમ અને મમત્વને લીધે એનો શિરચ્છેદ કરવા તૈયાર ના થયા.

એક તરફ પિતાની આજ્ઞા; બીજી તરફ માતાની મમતા. છેવટે માતાની મમતાનો વિજય થયો.

મહર્ષિ જમદગ્નિએ એમને શાપ આપ્યો એટલે એ ચારે ભાઇઓ તરત જ જડ જેવા બનીને ત્યાં ધરતી પર ઢળી પડ્યા.

એ વખતે પરશુરામે આશ્રમમાં પ્રવેશ કર્યો.

પિતાની આજ્ઞાને શિરોધાર્ય સમજીને એમણે માતાની મમતાને ગૌણ ગણીને પરશુને લઇને માતાના મસ્તકને ઉડાવી દીધું. મહર્ષિ જમદગ્નિનો ક્રોધ શાંત થયો. એમણે પ્રસન્ન બનીને પરશુરામને ઇચ્છાનુસાર વરદાન માગવા માટે જણાવ્યું.

પરશુરામે વરદાન માગતાં કહ્યું કે મારા પર કૃપા કરો કે જેથી મારી માતાને પુનર્જીવનની પ્રાપ્તિ થાય; મેં કરેલા વધની તેને સ્મૃતિ ના રહે; મને એ પાપ કર્મનો સ્પર્શ ના થાય; મારા જડતાને પામેલા ભાઇઓ પ્રથમની અવસ્થામાં આવી જાય; સંગ્રામમાં કોઇ મારી બરાબરી ના કરી શકે અને મને દીર્ઘાયુ મળે.

મહર્ષિ જમદગ્નિએ એ સઘળી ઇચ્છાઓને માન્ય રાખી.

પરશુરામની પિતૃભક્તિ સફળ થઇ.

એ પિતૃભક્તિથી પ્રેરાઇને એમણે પૃથ્વીને ક્ષત્રિયો વિનાની કરવાની પ્રતિજ્ઞા કરી.

એ પ્રસંગ પણ જાણવા જેવો છે.

મહર્ષિ જમદગ્નિના પુત્રો એકવાર બહાર ગયેલા ત્યારે એમના આશ્રમમાં અનૂપદેશના રાજા કાર્તવીર્યે પ્રવેશ કર્યો.

એનું નામ સહસ્ત્રાર્જુન હતું.

ઋષિપત્ની રેણુકાએ એનો સમુચિત સત્કાર કર્યો પરંતુ એના પર એ સાનુકૂળ અસર ના થઇ કારણ કે એનું મન આશ્રમની કામધેનુમાં લાગેલું.

એણે કામધેનુંનાં વિરોધ કે ક્રંદનની પરવા કર્યા વિના એના વાછરડાનું બળજબરીથી હરણ કર્યું અને આશ્રમના વિશાળ વૃક્ષોનો નાશ કર્યો.

મહર્ષિ જમદગ્નિ દ્વારા એ બધી વાતને સાંભળીને કામધેનુને કલ્પાંત કરતી જોઇને પરશુરામે સહસ્ત્રાર્જુનને દંડ દેવાની ઇચ્છાથી પ્રેરાઇને એની પાછળ દોડીને એના હાથને કાપી નાખીને એનો નાશ કર્યો.

એથી અતિશય ક્રોધે ભરાયલા સહસ્ત્રાર્જુનના પુત્રો પરશુરામની અનુપસ્થિતિમાં મહર્ષિ જમદગ્નિ પર તૂટી પડયા.

કોઇપણ પ્રકારનો હિંસક પ્રતિકાર ના કરનારા એ પરમ તપસ્વીને ભયંકર રીતે માર મારી, બાણથી વીંધીને તે ચાલ્યા ગયા. મહર્ષિ જમદગ્નિ મૃત્યુ પામ્યા.

પરશુરામે સમિધા સાથે આશ્રમમાં આવીને એ દુઃખદ દૃશ્યને દેખીને અસાધારણ આઘાત અનુભવ્યો અને વિલાપ કરવા માંડયો.

પિતાના અગ્નિસંસ્કાર કર્મથી પરવારીને એમણે સઘળા ક્ષત્રિયોનો વધ કરવાની પ્રતિજ્ઞા લીધી.

એમણે શસ્ત્રની સહાયથી સહસ્ત્રાર્જુનના પુત્રોને મારી નાખ્યા. પૃથ્વીને એકવીસ નક્ષત્રી કરી.

સહસ્ત્રાર્જુનની અને એના પુત્રોની ભૂલ એવી રીતે સમસ્ત ક્ષત્રિયકુળને માટે ભયંકર દુષ્પરિણામ લાવનારી થઇ પડી. પરશુરામનો પ્રતિશોધભાવ પણ કેવો ? એને લીધે એકની ભૂલને લીધે બીજા અનેકને ભોગવવું પડ્યું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *