Saturday, 28 December, 2024

Parshuram sing Ram’s glory

125 Views
Share :
Parshuram sing Ram’s glory

Parshuram sing Ram’s glory

125 Views

परशुराम श्रीराम की स्तुति करते है

(चौपाई)
जय रघुबंस बनज बन भानू । गहन दनुज कुल दहन कृसानु ॥
जय सुर बिप्र धेनु हितकारी । जय मद मोह कोह भ्रम हारी ॥१॥

बिनय सील करुना गुन सागर । जयति बचन रचना अति नागर ॥
सेवक सुखद सुभग सब अंगा । जय सरीर छबि कोटि अनंगा ॥२॥

करौं काह मुख एक प्रसंसा । जय महेस मन मानस हंसा ॥
अनुचित बहुत कहेउँ अग्याता । छमहु छमामंदिर दोउ भ्राता ॥३॥

कहि जय जय जय रघुकुलकेतू । भृगुपति गए बनहि तप हेतू ॥
अपभयँ कुटिल महीप डेराने । जहँ तहँ कायर गवँहिं पराने ॥४॥

(दोहा)
देवन्ह दीन्हीं दुंदुभीं प्रभु पर बरषहिं फूल ।
हरषे पुर नर नारि सब मिटी मोहमय सूल ॥ २८५ ॥

(છંદ)
રઘુવંશકેરા કમળવનના ભાનુ જયજય દિવ્ય હે,
રાક્ષસકુળોના વિકટ વનને બાળનાર કૃશાનુ હે;
જય વિપ્ર સુરનર ધેનુના કલ્યાણ કરનારા પ્રભો,
મદ મોહ ક્રોધ હઠાવનારા ભ્રમનિકંદન જય વિભો !

કરુણા વિનય ને શીલસરખા સિંધુ સદગુણના પરમ,
હે વચનરચનામાં નિપુણ જય વેદશાસ્ત્રતણા મરમ;
સેવકસુખદ સર્વાંગસુંદર તમારો જયકાર હો,
કાયામહીં કંદર્પ કોટિક કાંતિને ધરનાર ઓ !

એક જ વદનથી કરું ક્યાંથી પ્રશસ્તિ પ્રભુ આપની,
હે હંસ શિવમનમાનસરના પ્રશાંતિ કરો તાપની;
અજ્ઞાનથી અનુચિત તમોને કહ્યું વારંવાર મેં
હે કૃપાના માંગલ્યમંદિર ક્ષમા કરજો સર્વ તે.

(દોહરો)              
જયજય રઘુકુળકેતુ જય, જય રઘુનંદન રામ,
બોલી તપવા વન ગયા ભૃગુપતિ કરી પ્રણામ.

કુટિલ રાજવી ભીતિથી ગયા પછી ભાગી,
કાયર ના આપી શક્યા સલાહ વણમાગી.

દેવ વગાડી વાદ્યને વિભુ પર વરસ્યા ફૂલ,
પ્રસન્ન નરનારી બન્યાં, મટી મોહમય શૂળ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *