Sunday, 22 December, 2024

Parvati want to know about Ram

142 Views
Share :
Parvati want to know about Ram

Parvati want to know about Ram

142 Views

श्रीराम के बारे में पार्वती की जिज्ञासा
 
(चौपाई)
जौं मो पर प्रसन्न सुखरासी । जानिअ सत्य मोहि निज दासी ॥
तौं प्रभु हरहु मोर अग्याना । कहि रघुनाथ कथा बिधि नाना ॥१॥
 
जासु भवनु सुरतरु तर होई । सहि कि दरिद्र जनित दुखु सोई ॥
ससिभूषन अस हृदयँ बिचारी । हरहु नाथ मम मति भ्रम भारी ॥२॥
 
प्रभु जे मुनि परमारथबादी । कहहिं राम कहुँ ब्रह्म अनादी ॥
सेस सारदा बेद पुराना । सकल करहिं रघुपति गुन गाना ॥३॥
 
तुम्ह पुनि राम राम दिन राती । सादर जपहु अनँग आराती ॥
रामु सो अवध नृपति सुत सोई । की अज अगुन अलखगति कोई ॥४॥
 
(दोहा)
जौं नृप तनय त ब्रह्म किमि नारि बिरहँ मति भोरि ।
देख चरित महिमा सुनत भ्रमति बुद्धि अति मोरि ॥ १०८ ॥
 
પાર્વતી શ્રીરામ વિશે જિજ્ઞાસા પ્રગટ કરે છે
 
(દોહરો)       
પ્રસન્ન જો મારા ઉપર હો સુખધામ તમે,
ચરણોની જો સેવિકા સમજો સાચ મને,
 
કથાતણું રઘુનાથની તો જયગાન કરો,
રહ્યુંસહ્યું અનુગ્રહથકી મુજ અજ્ઞાન હરો.
*
કલ્પવૃક્ષ નીચે ઘર હોય તેને દરિદ્રતા ના કોય,
ચંદ્રમૌલિ એમ વિચારી હરો બુદ્ધિભ્રમને ભારી.
 
મુનિ પરમાર્થતણા જ્ઞાતા કહે રામને પરમાત્મા,
શેષ શારદા વેદ પુરાણ ગાય સદા રઘુપતિ ગુણગાન.
 
તમે અહર્નિશ જપતા નામ, અવધનરેશ પુત્ર એ રામ
અથવા નિર્વિકાર નિર્ગુણ અજ છે અન્ય પૂર્ણ કૃતકામ ?
 
(દોહરો)       
રાજપુત્ર જો હોય તો હોય બ્રહ્મ તે કેમ,
બુદ્ધિ વ્યાકુળ શે બની પત્નીવિરહે તેમ ?

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *