Thursday, 19 September, 2024

People of Ayodhya celebrate Ram’s arrival

110 Views
Share :
People of Ayodhya celebrate Ram’s arrival

People of Ayodhya celebrate Ram’s arrival

110 Views

श्रीराम के आने की खुशी में अयोध्या में उत्सव
 
कंचन कलस बिचित्र सँवारे । सबहिं धरे सजि निज निज द्वारे ॥
बंदनवार पताका केतू । सबन्हि बनाए मंगल हेतू ॥१॥
 
बीथीं सकल सुगंध सिंचाई । गजमनि रचि बहु चौक पुराई ॥
नाना भाँति सुमंगल साजे । हरषि नगर निसान बहु बाजे ॥२॥
 
जहँ तहँ नारि निछावर करहीं । देहिं असीस हरष उर भरहीं ॥
कंचन थार आरती नाना । जुबती सजें करहिं सुभ गाना ॥३॥
 
करहिं आरती आरतिहर कें । रघुकुल कमल बिपिन दिनकर कें ॥
पुर सोभा संपति कल्याना । निगम सेष सारदा बखाना ॥४॥
 
तेउ यह चरित देखि ठगि रहहीं । उमा तासु गुन नर किमि कहहीं ॥५॥
 
(दोहा)
नारि कुमुदिनीं अवध सर रघुपति बिरह दिनेस ।
अस्त भएँ बिगसत भईं निरखि राम राकेस ॥ ९(क) ॥ 
 
होहिं सगुन सुभ बिबिध बिधि बाजहिं गगन निसान ।
पुर नर नारि सनाथ करि भवन चले भगवान ॥ ९(ख) ॥
 
અયોધ્યાવાસીઓ રામના આગમને ઉત્સવ કરે છે
 
કંચન કળશ સુશોભિત ત્યારે રાખ્યા સૌએ નિજ ગૃહદ્વારે;
મંગલમય ધ્વજ તોરણ બાંધ્યાં, સ્નેહસૂત્રથી સૌને સાંધ્યાં.
 
શેરી સકળ સુવાસિત કરી રંગોળી મધુ ચોકે ભરી;
સજ્યા વિવિધ શુભ મંગલ સાજ; થયા પુરે શુભ વાદ્યઅવાજ.
 
ઓવારણાં લઈને નાર મુદિત અર્પતી આશીર્વાદ;
કંચનથાળ આરતી સાથ યુવતી ગાતી સુંદર ગાન.
 
આરતિહર પ્રભુ પોતે પૂર્ણ રઘુકુળકમળ વિપિનના સૂર્ય,
કરી આરતી રામતણી મંત્રમુગ્ધ સંપૂર્ણ બની.
 
પુરશોભા વૈભવ કલ્યાણ શેષ શારદા કરે વખાણ.
 
(દોહરો)
ચરિત્ર જોઈને થયાં ચકિત એય સઘળાં;
જનસાધારણ ગુણ કહે કેમ કરી મધુરા ?
 
નાર કુમુદિની, અવધ સર, રઘુપતિવિરહ દિનેશ,
અસ્ત થતાં ખીલી રહી ઊગ્યે રામરાકેશ.
 
થયા વિવિધ શુકનો તથા વાગ્યાં વ્યોમ નિશાન;
સનાથ કરતાં સર્વને ભવન ગયા ભગવાન.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *