People of Ayodhya react
By-Gujju01-05-2023
People of Ayodhya react
By Gujju01-05-2023
अयोध्यावासीओं की प्रतिक्रिया
का सुनाइ बिधि काह सुनावा । का देखाइ चह काह देखावा ॥
एक कहहिं भल भूप न कीन्हा । बरु बिचारि नहिं कुमतहिदीन्हा ॥ १ ॥
जो हठि भयउ सकल दुख भाजनु । अबला बिबस ग्यानु गुनु गा जनु ॥
एक धरम परमिति पहिचाने । नृपहि दोसु नहिं देहिं सयाने ॥२॥
सिबि दधीचि हरिचंद कहानी । एक एक सन कहहिं बखानी ॥
एक भरत कर संमत कहहीं । एक उदास भायँ सुनि रहहीं ॥३॥
कान मूदि कर रद गहि जीहा । एक कहहिं यह बात अलीहा ॥
सुकृत जाहिं अस कहत तुम्हारे । रामु भरत कहुँ प्रानपिआरे ॥४॥
(दोहा)
चंदु चवै बरु अनल कन सुधा होइ बिषतूल ।
सपनेहुँ कबहुँ न करहिं किछु भरतु राम प्रतिकूल ॥ ४८ ॥
અયોધ્યાવાસીઓની પ્રતિક્રિયા
(દોહરો)
યોગ્ય કર્યું ભૂપે નહીં, કોઇ બોલ્યા એમ,
દુર્મતિને આપ્યું વર વગર વિચાર્યે કેમ ?
હઠને લીધે સર્વવિધ પીડાપાત્ર થયા,
સ્ત્રીને વશ બનતાં સકળ ગુણ ને જ્ઞાન ગયા.
ધર્મતણી મર્યાદને જાણનાર કોઇ
બેસતા નહીં નૃપતિનો દોષ વળી જોઇ.
શિબિ દધીચિ હરિશ્ચંદ્રની કથા કહેતા એ;
સંમતિ ભરતતણી કહે, ઉદાસ અન્ય રહે.
બંધ કરીને કાનને જીભ દબાવીને
કહેતા કોઇ વાત આ અસત્ય સઘળી છે.
આમ કહેવાથી થશે સર્વ સુકૃતનો નાશ,
પ્રાણસમા પ્રિય રામ છે ભ્રાત ભરતને ખાસ.
વિધુ વરસે અંગારને, સુધા વિષસમી થાય,
સ્વપ્ને તોપણ રામની વિરુદ્ધ ભરત ન જાય.