Please leave, Kaikeyi tell Ram
By-Gujju01-05-2023
Please leave, Kaikeyi tell Ram
By Gujju01-05-2023
महाराजा के मोह को न देखो, वन के लिए प्रस्थान करो, कैकेयी बोली
सीय सकुच बस उतरु न देई । सो सुनि तमकि उठी कैकेई ॥
मुनि पट भूषन भाजन आनी । आगें धरि बोली मृदु बानी ॥१॥
नृपहि प्रान प्रिय तुम्ह रघुबीरा । सील सनेह न छाड़िहि भीरा ॥
सुकृत सुजसु परलोकु नसाऊ । तुम्हहि जान बन कहिहि न काऊ ॥२॥
अस बिचारि सोइ करहु जो भावा । राम जननि सिख सुनि सुखु पावा ॥
भूपहि बचन बानसम लागे । करहिं न प्रान पयान अभागे ॥३॥
लोग बिकल मुरुछित नरनाहू । काह करिअ कछु सूझ न काहू ॥
रामु तुरत मुनि बेषु बनाई । चले जनक जननिहि सिरु नाई ॥४॥
(दोहा)
सजि बन साजु समाजु सबु बनिता बंधु समेत ।
बंदि बिप्र गुर चरन प्रभु चले करि सबहि अचेत ॥ ७९ ॥
કૈકેયી રામને દશરથનો સ્નેહ છોડી પ્રયાણ કરવા જણાવે છે
સીતા સંકોચવશ ના બોલી, કિન્તુ કૈકેયી ક્રોધથી ડોલી;
પાત્ર ભૂષણ મુનિનાં વસ્ત્ર રાખી રામની આગળ સદ્ય.
બોલી, નૃપને છો પ્રાણથી પ્રિય, સ્નેહ છોડશે એ ના જરીય;
થશે સુયશ સુકૃત લોકનાશ તોય આપશે ના વનવાસ.
કરો ઉચિત લાગે તે વિચારી; સુણી રામ રહ્યા હરખાઇ;
લાગ્યાં નૃપને વચન જાણે બાણ, કરે પ્રાણ ના જડ કાં પ્રયાણ?
રાજા મૂર્છા પામ્યા, લોક વ્યગ્ર બન્યા ઘટનાને નીરખી સમગ્ર;
સૂઝયું કોઇને ના શું કરવું, જોઇ જીવવું કે પછી મરવું!
રામ મુનિવેશને સુખે ધારી જનની જનકપદે શિર ઢાળી
ચાલ્યા વનનો સજીને સાજ છોડી વચનને ખાતર રાજ.
(દોહરો)
ચાલ્યા પ્રભુ ઉલ્લાસથી વનિતા બંધુસમેત
ગુરુ વિપ્ર પદે વંદતાં સૌને કરી અચેત.