Sunday, 22 December, 2024

Prahasta persuade Ravan

173 Views
Share :
Prahasta persuade Ravan

Prahasta persuade Ravan

173 Views

प्रहस्त ने रावण को समजाया
 
कहहिं सचिव सठ ठकुरसोहाती । नाथ न पूर आव एहि भाँती ॥
बारिधि नाघि एक कपि आवा । तासु चरित मन महुँ सबु गावा ॥१॥
 
छुधा न रही तुम्हहि तब काहू । जारत नगरु कस न धरि खाहू ॥
सुनत नीक आगें दुख पावा । सचिवन अस मत प्रभुहि सुनावा ॥२॥
 
जेहिं बारीस बँधायउ हेला । उतरेउ सेन समेत सुबेला ॥
सो भनु मनुज खाब हम भाई । बचन कहहिं सब गाल फुलाई ॥३॥
 
तात बचन मम सुनु अति आदर । जनि मन गुनहु मोहि करि कादर ॥
प्रिय बानी जे सुनहिं जे कहहीं । ऐसे नर निकाय जग अहहीं ॥४॥
 
बचन परम हित सुनत कठोरे । सुनहिं जे कहहिं ते नर प्रभु थोरे ॥
प्रथम बसीठ पठउ सुनु नीती । सीता देइ करहु पुनि प्रीती ॥५॥
(दोहा)
नारि पाइ फिरि जाहिं जौं तौ न बढ़ाइअ रारि ।
नाहिं त सन्मुख समर महि तात करिअ हठि मारि ॥ ९ ॥
 
રાવણપુત્ર પ્રહસ્ત રાવણને સમજાવે છે
 
(દોહરો)          
સ્વલ્પ બુદ્ધિ સચિવોતણી, ખુશામત કરે સર્વ;
કપિ આવીને એક દિન હણી ગયેલો ગર્વ.
 
ચરિત્ર એનું આજ પણ નગરજનો સૌ ગાય;
ત્યારે ક્ષુધા ગયેલ કયાં, કેમ બન્યા અસહાય ?
 
પુરને બાળ્યું ના કર્યો ત્યારે કપિ-આહાર;
ચારેકોર કર્યો સતત એણે હાહાકાર.
 
સચિવોનો મત પ્રિય છતાં દુ:ખદાયક બનશે,
અહંકાર અજ્ઞાન ને પોતાને હણશે.
 
સિંઘુ રમતમાં બાંધતાં ઊતર્યા સેનાસાથ,
સુવેલ ગિરિ પર ભીડશો તેની સાથે બાથ ?
 
માનો માનવ એમને એ જ પરમ અજ્ઞાન;
કાયર ના માનો મને, ધરો વચનને ધ્યાન.
 
પ્રિય વચનોને સાંભળે અને કહે એવા,
અનેક માનવ છે જગે પ્રિય લાગે તેવા.
 
કઠોર પણ વચનો વદે હિતનાં તેમ સુણે,
એવા માનવ અધિક ના જગમાં કિન્તુ મળે.
 
દૂત પાઠવીને પ્રથમ સીતા મુક્ત કરો,
રામની કરો મિત્રતા, ઉપાય એ જ ખરો.
 
નારી પામી જાય તો વધારશો ના કલેશ,
સમરાંગણથી અન્યથા ગભરાશો ના લેશ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *