Ram adore Bharat’s devotion
By-Gujju01-05-2023
Ram adore Bharat’s devotion
By Gujju01-05-2023
श्रीराम भरत की प्रसंशा करते है
सुनि अति बिकल भरत बर बानी । आरति प्रीति बिनय नय सानी ॥
सोक मगन सब सभाँ खभारू । मनहुँ कमल बन परेउ तुसारू ॥१॥
कहि अनेक बिधि कथा पुरानी । भरत प्रबोधु कीन्ह मुनि ग्यानी ॥
बोले उचित बचन रघुनंदू । दिनकर कुल कैरव बन चंदू ॥२॥
तात जाँय जियँ करहु गलानी । ईस अधीन जीव गति जानी ॥
तीनि काल तिभुअन मत मोरें । पुन्यसिलोक तात तर तोरे ॥३॥
उर आनत तुम्ह पर कुटिलाई । जाइ लोकु परलोकु नसाई ॥
दोसु देहिं जननिहि जड़ तेई । जिन्ह गुर साधु सभा नहिं सेई ॥४॥
(दोहा)
मिटिहहिं पाप प्रपंच सब अखिल अमंगल भार ।
लोक सुजसु परलोक सुखु सुमिरत नामु तुम्हार ॥ २६३ ॥
શ્રીરામ ભરતની ભક્તિની પ્રશંસા કરે છે
અતિશય વિકળ સુણી એ વાણી દુઃખ પ્રીતિ નીતિ વિનયવાળી,
સઘળે શોક છવાયો પ્રાણે, પડયું કમળવને હિમ જાણે.
કહી વિવિધ કથાઓ પુરાણી આપી બોધ રહ્યા મુનિ જ્ઞાની;
બોલ્યા ઉચિત વચન રઘુનંદ દિનકર કુળરૂપ કુમુદવનચંદ.
તમે શોક વ્યથા વ્યર્થ માનો, જીવની ઇશ આધીન ગતિ જાણો;
ત્રણે ભુવને તથા ત્રણ કાળે તમે પુણ્યાત્મા સૌથી વધારે.
દેખે જેઓ કુટિલતા તમારી લોક-પરલોક તે જાય હારી;
દોષ જનનીને દે જડ એવા જેણે ગુરુની કરી નવ સેવા.
(દોહરો)
મટશે પાપ પ્રપંચ સૌ અખિલ અમંગલ ભાર,
સ્મર્યે તમારા નામને (આ લોકે મળશે યશ)
પરલોકે સુખસાર.