Ram and Laxman look for Sita
By-Gujju27-04-2023
Ram and Laxman look for Sita
By Gujju27-04-2023
सीता की खोज के लिए राम-लक्ष्मण निकल पडे
कोमल चित अति दीनदयाला । कारन बिनु रघुनाथ कृपाला ॥
गीध अधम खग आमिष भोगी । गति दीन्हि जो जाचत जोगी ॥१॥
सुनहु उमा ते लोग अभागी । हरि तजि होहिं बिषय अनुरागी ॥
पुनि सीतहि खोजत द्वौ भाई । चले बिलोकत बन बहुताई ॥२॥
संकुल लता बिटप घन कानन । बहु खग मृग तहँ गज पंचानन ॥
आवत पंथ कबंध निपाता । तेहिं सब कही साप कै बाता ॥३॥
दुरबासा मोहि दीन्ही सापा । प्रभु पद पेखि मिटा सो पापा ॥
सुनु गंधर्ब कहउँ मै तोही । मोहि न सोहाइ ब्रह्मकुल द्रोही ॥४॥
(दोहा)
मन क्रम बचन कपट तजि जो कर भूसुर सेव ।
मोहि समेत बिरंचि सिव बस ताकें सब देव ॥ ३३ ॥
સીતાની શોધ કરવા રામ-લક્ષ્મણ જંગલમાં નીકળ્યા
કોમળ મન અતિ દીનદયાળ, કારણ વિણ રઘુનાથ કૃપાળ;
ગીધ અધમ કરે આમિષભોગ, આપી ગતિ જે આપે યોગ.
અજ્ઞજનો એ ખરે અભાગ કરે વિષયનો જે અનુરાગ,
હરિને તજે ભજે ન ઘડી, પામે પ્રશાંતિ તે ન કદી.
શોધ જાનકીના કરતા ચાલ્યા બંધુ ઉભય વનમાં.
કાનન વૃક્ષલતા ભરપૂર વસતા ખગમૃગગજ ત્યાં શૂર,
સિંહો સ્વૈરવિહાર કરે, હિંસક પશુઓ ઘોર ફરે.
(દોહરો)
કબંધ રાક્ષસને હણ્યો વધતાં વાટમહીં.
કહ્યું કબંધે જે મળ્યો દુર્વાસાથી શાપ
ટળી ગયો તે દર્શને પ્રભુના આપોઆપ.
પ્રભુ બોલ્યા ગંધર્વ હે, દ્રોહ બ્રહ્મકુળનો
કરનારો ન મને ગમે, ભાવ કહું ઉરનો.
મન ક્રમ વચન કપટ તજી કરતાં ભૂસુર સેવ
મુજ સાથે વશ થાય છે બ્રહ્મ શિવ સૌ દેવ.