Ram and Sita meet Janak
By-Gujju01-05-2023
Ram and Sita meet Janak
By Gujju01-05-2023
राम और सीता जनक से मिले
भाइ सचिव गुर पुरजन साथा । आगें गवनु कीन्ह रघुनाथा ॥
गिरिबरु दीख जनकपति जबहीं । करि प्रनाम रथ त्यागेउ तबहीं ॥१॥
राम दरस लालसा उछाहू । पथ श्रम लेसु कलेसु न काहू ॥
मन तहँ जहँ रघुबर बैदेही । बिनु मन तन दुख सुख सुधि केही ॥२॥
आवत जनकु चले एहि भाँती । सहित समाज प्रेम मति माती ॥
आए निकट देखि अनुरागे । सादर मिलन परसपर लागे ॥३॥
लगे जनक मुनिजन पद बंदन । रिषिन्ह प्रनामु कीन्ह रघुनंदन ॥
भाइन्ह सहित रामु मिलि राजहि । चले लवाइ समेत समाजहि ॥४॥
(दोहा)
आश्रम सागर सांत रस पूरन पावन पाथु ।
सेन मनहुँ करुना सरित लिएँ जाहिं रघुनाथु ॥ २७५ ॥
રામ-સીતાનું જનક સાથે મિલન
બંધુ સચિવ ગુરુ પુરજન સાથ આગળ ચાલ્યા શ્રીરઘુનાથ;
જનકે ગિરિવર દર્શન કરી રથને છોડયો તરત જ નમી.
રામમિલન લાલસા ઉમંગ લાગ્યો પરિશ્રમ ક્લેશ ન પંથ;
હતાં રામસીતાસહ મન, સુખદુઃખ ક્યાંથી પામે તન ?
જનક આવતા ચાલ્યા એમ સહિત સમાજ પ્રેમરત જેમ;
પહોંચતાં પ્રેમ વધ્યો પાસ, મળ્યાં પરસ્પર સાદર ખાસ.
જનકે મુનિપદ કર્યા પ્રણામ, નમ્યા ભાવથી ઋષિને રામ;
બંધુસહ મળી નૃપને રામ આશ્રમ પ્રતિ ચાલ્યા કૃતકામ.
(દોહરો)
આશ્રમ સાગર શોભતો શાંત પુનિત જળસાથ;
સેવા કરુણારસ નદી, લીધી રામે સાથ.