Ram ask Sumantra to take care of Dashrath
By-Gujju01-05-2023
Ram ask Sumantra to take care of Dashrath
By Gujju01-05-2023
राम सुमंत्र को पिता दशरथ का खयाल रखने को कहते है
तुम्ह पुनि पितु सम अति हित मोरें । बिनती करउँ तात कर जोरें ॥
सब बिधि सोइ करतब्य तुम्हारें । दुख न पाव पितु सोच हमारें ॥१॥
सुनि रघुनाथ सचिव संबादू । भयउ सपरिजन बिकल निषादू ॥
पुनि कछु लखन कही कटु बानी । प्रभु बरजे बड़ अनुचित जानी ॥२॥
सकुचि राम निज सपथ देवाई । लखन सँदेसु कहिअ जनि जाई ॥
कह सुमंत्रु पुनि भूप सँदेसू । सहि न सकिहि सिय बिपिन कलेसू ॥३॥
जेहि बिधि अवध आव फिरि सीया । सोइ रघुबरहि तुम्हहि करनीया ॥
नतरु निपट अवलंब बिहीना । मैं न जिअब जिमि जल बिनु मीना ॥४॥
(दोहा)
मइकें ससरें सकल सुख जबहिं जहाँ मनु मान ।
तँह तब रहिहि सुखेन सिय जब लगि बिपति बिहान ॥ ९६ ॥
રામ સુમંત્રને પિતાની સંભાળ રાખવા જણાવે છે
(દોહરો)
તમેય હિતકારક સદા પિતા સમા મારા,
અરજ કરું એથી કરો ઉપાયને ન્યારા
જેથી પામે શોક કે પિતા નહીં પરિતાપ,
એ જ પરમ કર્તવ્યના જપો હવે તો જાપ.
રઘુનાથ તથા સચિવનો સાંભળતાં સંવાદ
અતિ વ્યાકુળ પરિવારની સાથે બન્યો નિષાદ.
લક્ષ્મણે કહી રોષથી થોડી કટુ વાણી,
રામે ગણકારી નહીં અતિ અયોગ્ય જાણી.
રામે નિજ આપી શપથ સચિવને કહ્યું આ
સંદેશો લક્ષ્મણ તણો કયાંય કહેશો ના.
સચિવ સુમંત્રે નૃપતિનો ફરી કહ્યો સંદેશ
સીતા વનનાં સંકટો સહી ન શકશે લેશ.
માટે પુર પાછી ફરે એવો કરો ઉપાય,
જલવિણ મીન સમાન ના નહિ તો રહેશે કાય.
પિયર સાસરે સર્વ સુખ વિપતિ દૂર ના થાય;
મન માને ત્યાં ત્યાં સુધી ભલે જાનકી જાય.